વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી.એલ. પટેલ હાઈસ્કૂલનાં આચાર્યએ ગટગટાવી ઝેરી દવા - સમગ્ર પંથકમાં મચી ચકચાર - At This Time

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી.એલ. પટેલ હાઈસ્કૂલનાં આચાર્યએ ગટગટાવી ઝેરી દવા – સમગ્ર પંથકમાં મચી ચકચાર


બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના મામલે કડક કાર્યવાહી થતાં

રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

હાલમાં ચાલી રહેલ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની જાહેર પરિક્ષા દરમ્યાન વડોદરા જિલ્લાના શિનોર તાલુકાનાં આનંદી ગામની બી.એલ.પટેલ હાઈસ્કૂલમાં ગેરરીતિની ઘટના સામે આવી હતી અને મામલો ગરમાયો હતો. 18 માર્ચના રોજ ધો. 10ના વિક્ષાનના પેપર દરમિયાન ખંડ નિરિક્ષક પાસેથી પરીક્ષાનાં ઉત્તર લખેલુ સાહિત્ય મળી આવ્યું હતું અને તેઓ વિદ્યાર્થીઓને જવાબો લગાવતા હતાં. ત્યારબાદ કેન્દ્ર સંચાલક(પ્રિન્સિપાલ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રિન્સિપાલે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓ હાલ ડભોઇની યુનિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના અંગે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, વડોદરા શહેર અને જિલ્લામાં એજ્યુકેશન ઇન્સપેક્ટર્સ સ્કવોડ તરીકે ધો.10 અને 12ના બોર્ડના પરીક્ષા કેન્દ્રોની સરપ્રાઇટ વિઝિટ લેતાં હોય છે. સરકારી પ્રતિનિધીઓને પણ સૂચના આપવામાં આવી છે કે, તમામ બિલ્ડિંગમાં તપાસ કરતા રહે અને ક્યાંય કોઇ અઘટિત ઘટના જણાય તો તુરંત જ જાણ કરે છે. આ પરીક્ષા દરમિયાન વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામનાં પરીક્ષા કેન્દ્ર ઉપર સુપરવાઇઝર પાસેથી પરીક્ષામાં લખાયેલા ઉત્તરોનું સાહિત્ય સરકારી પ્રતિનિધિને મળ્યું હતું અને એને એના અહેવાલમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી પ્રતિનિધીએ આ અંગે નિરીક્ષકને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને આ હકિકતની વિગતો વહીવટીતંત્રના ધ્યાને મૂકી હતી. એના આધારે પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર સંચાલક સહિત સમગ્ર સ્ટાફને બદલી નાખવામાં આવ્યો છે અને કેન્દ્ર સંચાલક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે ખુલાસો કરવા માટે તમામ કર્મચારીઓને બોલાવવામાં આવ્યાં હતાં. ખંડ નિરિક્ષકને આ અંગે પૂછતા તેને પટાવાળાએ આ સાહિત્ય આપ્યાની વાત કરી હતી અને પટ્ટાવાળાએ કેન્દ્ર સંચાલકે આપ્યાની વાત કહી હતી. તમામ કર્મચારીઓનો પક્ષ જાણવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેન્દ્ર સંચાલક વાસુદેવ પટેલે ઉત્તર લખેલુ સાહિત્ય આપ્યું હોવાનું સ્વીકાર્યું હતું. જેથી સંબંધિત કેન્દ્ર સંચાલક એટલે શાળાના આચાર્ય વાસુદેવ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને નિયમ પ્રમાણ શિક્ષાત્મક કાર્યવાહી થતી હોય તે અંગે વધુ તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવા માટે સંચાલક મંડળને સૂચના આપવામાં આવી છે. આ મામલે સમગ્ર રિપોર્ટ બોર્ડમાં મોકલી આપવામાં આવ્યો છે અને બોર્ડની કમિટી સુનાવણી કરીને નિર્ણય લેશે.
આ સમગ્ર ઘટનાનાં કારણે શાળાનાં પ્રિન્સિપાલ વાસુદેવ પટેલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની હકીકત સામે આવતાં, તેઓએ જણાવ્યું હતું કે, એવું જાણવા મળ્યું છે કે, તેઓએ દ્રારા આવું કોઇ પગલું ભરવામાં આવ્યું છે. એવું બની શકે કે, તપાસનાં અંતે તેમની સામે સરકારી ધારાધોરણો પ્રમાણે પગલાં લેવાશે તેવાં ડરના કારણે આવું કોઇ પગલુ ભર્યું છે, તેવું સાંભળવા મળ્યું છે.
આમ, હાલ તો આ ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરંતુ વધુ હકીકત તો કાયદેસરની કાર્યવાહી અને તપાસમાં બહાર આવશે.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.