આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ભુરિધરફેડ(ધરોઈ)ગામ ખાતે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો.
આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ભુરિધરફેડ(ધરોઈ) ગામ ખાતે કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો.
******
હર ઘર તિરંગા અભિયાન વિશે વિસ્તૃત સમજ આપી અભિયાનને સફળ બનાવવા અપીલ કરાઇ.
********
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર ખેડબ્રહ્માના ભુરિધરફેડ(ધરોઈ) ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૬૦ થી વધુ આદિજાતિ ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્ર્મમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વી.કે.પટેલ દ્રારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ આપવાની સાથે આ ખેતી દ્રારા થતા ફાયદા જેમકે ઓછા બઝેટમાં ખેતી થયા છે. આ ખેતીમાં રાસાયણીક દવાઓ કે અન્ય કોઇ જાતના રસાયણ ન વપરાતાં આ ખેતી થકી ગંભીર અને જીવલેણ બિમારીઓથી ભવિષ્યની પેઢીને ઉગારી શકાશે. વધુમાં તેમણે તા. ૯મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસ અંગેની જાણકારી આપી અને હર ઘર તિરંગા અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપી દરેક ખેડૂત ભાઇ-બહેનો પોતાના ઘરે અને ખેતરે તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આપણો તિરંગો લહેરાવે તે અંગે ખાસ અપિલ કરી હતી.
આ પ્રસંગે મહિલા સરપંચશ્રી મણીબેન, શ્રી એસ.વી.વાઘેલા ગ્રામસેવકશ્રી, તેમ જ આત્મા સ્ટાફ અને ખેડૂતો ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી આ ગોષ્ઠીને સફળ બનાવી હતી.
૦૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.