કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને સફેદ માખીનાનિયંત્રણ માટેના પગલા

કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને સફેદ માખીનાનિયંત્રણ માટેના પગલા


મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮ ફૂદાં પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવો. ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા ખેડૂતોએ સામુહિક ધોરણે ગોઠવવા. લીંબોળીના મીંજનો ભુકો ૫%+લીબોળીનુ તેલ ૫૦મીલી+ધોવાનો પાવડર ૧૦ગ્રામ  ૧૦ લીટર પાણીમાં મીક્ષ કરી વાવણીના ૫૦-૬૦ દિવસ પછી છંટકાવ કરવો.

જૈવિક નિયંત્રણ માટે ઈંડાની પરજીવી ટ્રાઇકોગ્રામાભમરી @ ૧ થી ૧.૫ લાખ પ્રતિ હેકટરે ૧૫ દિવસના આંતરે ૪ થી ૫ વખત પાનની નીચેની બાજુએ ચીપકાવી વાપરી શકાય.

ગુલાબી ઇયળના ઉપદ્રવ શરૂ થયેથી બીવેરીયા બેસીયાનાનો ૨૫ કિલો/હે. પ્રમાણે છંટકાવ કરવો. કીટનાશકોના છંટકાવની જરૂરિયાત ઉપસ્‍થિત થાય તો પરજીવી ભમરી છોડયા બાદ ૭ દિવસનો ગાળો રાખી છંટકાવ કરવો.

    દવાઓનો છંટકાવ કરતા પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. કપાસનાં પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પધ્ધતિથી ૧૦૦ ફૂલ-ભમરી/ જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો. ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૫ મિલિઅથવામિલિઅથવા  ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિઅથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસસી અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૫ ગ્રામ અથવા ડેલ્‍ટામેથ્રીન ૧.૮ ઈસીઅથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ઇસી ૧૦ મિલિ અથવા કલોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઈસી ૧૦ મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% ઈસી૨૦ મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેરવી છંટકાવ કરવો. 

કપાસના પાકમાં સફેદ માખી 

      સફેદ માખીની વસ્તી પર દેખરેખ રાખવા માટે એકર દીઠ ૪૦ ના દરે પીળી સ્ટીકી ટ્રેપ ગોઠવવી. કપાસના ખેતરોમાં ઉપલબ્ધ કુદરતી દુશ્મનો જેવા કે એન્કાર્સીયા ફોર્મોસા, એન્કાર્સીયા sp., કરોળિયા, સિર્ફિડ ફ્લાય, ક્રાયસોપરલા, ઢાલીયા, ડ્રેગન ફ્લાય, મેન્ટિસ, શિકારી કીડીઓ, ભમરી, વિગેરેને ઓળખવા, જાળવવાઅને વધારવા કે જે સફેદ માખીની વસ્તીને ડામવામાં મદદરૂપ થાય.વર્ટીસીલિયમ લેકાની ૧.૧૫% ડબલ્યુપી ૫૦૦ લિટર પાણીમાં ૨.૫ કિગ્રા/હેક્ટર પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. સફેદમાખીના ઉપદ્રવ વખતે લીંબોળીની 
 ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીમડા આધારિત કિટનાશકનો ૧૦ મિલિ (૫ ઇસી) થી ૬૦ મિલિ (૦.૦૩ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કપાસની સફેદ માખીના નિયંત્રણ માટે ભલામણ કરેલ જંતુનાશકો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૫ મિલિ, ફ્લોનિકામાઇડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ, ડાયફેન્થ્યુરોન૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ, ડીનોટેફ્યુરાન ૨૦ એસજી ૧૦ ગ્રામ, ક્લોથીઆનિડીન ૫૦ ડબલ્યુડીજી૪ ગ્રામ, ફીપ્રોનિલ ૫ એસસી ૨૦ મિલિ, એસીફેટ ૫૦%+ઇમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૦ મિલિ, એસીફેટ ૫૦%+ફેનવેલરેટ ૩% ઇસી ૧૦ મિલિ, ફીપ્રોનીલ ૪%+એસીટામીપ્રીડ ૪% એસસી ૪૦ મિલિ પૈકી કોઇપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેરવી છંટકાવ કરવો.

   

      આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કે.વી.કે/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતીનિયામક(વિ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)અથવા કિસાન કોલ સેન્ટર ટોલ 
ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

 

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »