રાજકોટ : આશાપુરા હોલ પાસે પૈસાની ઉઘરાણી કરી યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યો - At This Time

રાજકોટ : આશાપુરા હોલ પાસે પૈસાની ઉઘરાણી કરી યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યો


રાજકોટના હુડકો મેઈન રોડ નજીક આશાપુરા હોલ પાસે યુવાન પાસેથી ઉછીના આપેલા નાણાની ઉઘરાણી કરી ત્રણ શખ્સોએ લાકડી વડે બેફામ માર મારતા યુવકને હાથે પગે ઇજા થઈ હતી.તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વધુ વિગતો મુજબ, કોઠારીયા મી રોડ પર આવેલા આશાપુરા શેરી નંબર.13 માં રહેતા લખન હરેન્દ્રભાઇ ધરોલીયા(વાણદ)(ઉ.વ.27)નામના યુવાને ફરિયાદમાં જયેશભાઈ રાઠોડ,જયદીપ રાઠોડ અને રવિ રાઠોડ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.લખને ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમણે જયેશ પાસેથી ઉછીના નાણા લીધા હતા.જે નાણાં ચૂકવવાના બાકી હતા.
ગઇકાલે લખન આશાપુરા હોલ પાસે આવેલી જયેશની દુકાન પાસેથી પસાર થતો હતો.ત્યારે જયેશે લખનને બોલાવી પૈસાની ઉઘરાણી કરી હતી.જેથી લખને થોડો સમય માંગી પૈસા ચૂકવવાનું કહેતા જયદીપ અને રવિએ માથાકૂટ કરી અને લાકડી વડે બેફામ માર માર્યો હતો.ત્યારબાદ જયેશે પણ હુમલો કરી લખનને ધક્કો મારી પછાડી દેતા તેમને શરીરે ઇજા થઇ હતી.તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.