નાંદોદ તાલુકાના માંડણ મા સસ્તા અનાજ ના સંચાલક ની બેદરકારી:કૈયુમ મેમણ મહાસચિવ ગુજરાત
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત જેડીયુના મહાસચિવ કૈયુમ મેમણ નાંદોદ તાલુકાના માડણ ગામની મુલાકાત કરતા માંડણ ગામ મા આવેલ સસ્તા અનાજ ની દુકાન ના સંચાલક દિવાળી નો સમય હોઈ અને લાભાર્થી માલ લેવા આવતા હોઈ ત્યારે દુકાન સંચાલક દુકાન પર હાજર ના હોઈ અને દુકાન નું બોર્ડ પણ લગાવેલ ના હોઈ અને સ્ટોક નું બોર્ડ પણ લાગાવેલ ના હોઈ આવી બેદરકારી નું કારણ શું કોઇ પુરવઠા અધિકારી વિજિટ મા આવતા નહિ હોઈ ? કે પછી અધિકારીઓ આંખઆડા કાન કરીનેં સંચાલક નેં સમર્થન કરતા હોઈ એવું લાગે માડણ ગામ ના સંચાલક પાસે પાંચ ગામનો પરવાનો છે અને પાંચ ગામ ના લોકો અનાજ લેવા આવે છે પરંતુ આજે તારીખ 27/10/2024 ના રોજ દુકાનદાર હાજર ના હોઈ અને દુકાનદાર દ્વારા લાભાર્થીઓ નેં એવું સૂચન હતું કે વિતરણ પુરું થઈ ગયું છે અને જે બાકી હોઈ તે છેલ્લી તારીખે આવવું આ જો હુકમી સંચાલક ની પુરવઠા વિભાગ નર્મદા દ્વારા તપાસ કરવામાં આવે એવી જેડીયુ મહાસચિવ માંગ કરી વધુમાં કૈયુમ મેમણે જણાવેલું કે આ સંચાલક નું નામ જીતુ ભાઈ છે અને એ નાંદોદ ના આમલેથા ગામે થી અપડાઉન કરે છે.
ઉલ્લેખનીય છે કે જેડીયુ મહાસચિવ કૈયુમ મેમણના જણાવ્યા પ્રમાણે
આ દુકાન ના મુળ સંચાલક ઠાકોર ભાઈ રમણ ભાઈ હોઈ તો જીતેન્દ્ર રમણ ભાઈ કેવી રીતે દુકાન નું સંચાલન કરીશકે હજુ પણ ઘણી બધી બાબત છે જે ટૂંક સમય મા ખુલ્લી પાડશું .જેમા અધિકારી ની મીલીભગત પણ બહાર આવશે
મલેક યસદાની
At This Time, Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.