આટકોટ પોલીસે પ્રતાપપુર-કાનપર રોડ પર ભાદર નદીના પુલ પાસેથી એક ઇસમની અટક કરી - At This Time

આટકોટ પોલીસે પ્રતાપપુર-કાનપર રોડ પર ભાદર નદીના પુલ પાસેથી એક ઇસમની અટક કરી


આટકોટ પોલીસે પ્રતાપપુર-કાનપર રોડ પર ભાદર નદીના પુલ પાસેથી એક ઇસમની અટક કરી

સાણથલી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા કલાક-૧૯/૩૦ વાગ્યે આટકોટ પોલીસ પ્રતાપપુર-કાનપર રોડ પર ભાદર નદીના પુલ પાસે પહોચતા એક ઇસમ સામેથી શંકાસ્પદ હાલતમાં બકવાસ કરતો ચાલી આવતો જોવામાં આવતા તેને પુછપરછ કરતા કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જણાતા ઇસમનું નામ-સરનામુ પુછતા પોતે પોતાનું નામ રડુ સુરભાન માવી જાતે-અનુ.જનજાતી ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે- બગદડીયા ગોપાલભાઇ ડાંગરની વાડીએ તા-કોટડાસાંગાણી મુળ રહે-ટાંડા તા.ધરડી જી.ધાર વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ. ઇસમને આવું દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી પી જાહેરમાં નીકળવા સબબ કોઇ પાસ-પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનું કહેતા નહી હોવાનું જણાવેલ. જેથી ઇસમે ગેરકાયદેસર પાસ-પરમીટ વગર,દેશી દારુ જેવું કેફી પ્રવાહી પી જાહેરમાં નીકળતા પ્રોહી. કલમ-૬૬(૧)(બી) મુજબ ગુન્હો કરતા આટકોટ પોલીસે ધરપકડ કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.