બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે ખનીજ ચોરી ઝડપી પાડતું બરવાળાતાલુકા વહીવટી તંત્ર ભૂમાફિયાઓમાં ફફડાટ
બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.જીન્સી રોય અને બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતના માર્ગદર્શન અન્વયે બોટાદ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે,ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ કરવા અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વયે બરવાળા પ્રાંત અધિકારી અને સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.વી.ચૌધરી દ્વારા સુચના મુજબ બરવાળા સબ ડીવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને ખનીજની બિનઅધિકૃત વહનની પ્રવૃતિ ન થાય તે હેતુથી મામલતદાર,બરવાળાના સ્ટાફની ટીમ બનાવી બરવાળા તાલુકામાંથી સરપ્રાઇઝ ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મુજબ તા.૨૪/૦૨/૨૦૨૫થી તા.૨૭/૦૨/૨૦૨૫ દરમિયાન રાત્રીના સમયેઅમદાવાદ-ભાવનગર હાઇ-વે પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં અનધિકૃત રીતે ખનીજનુ વહન કરતા વાહનો ઝડપાયેલ છે
ડમ્પર/ટ્રક નંબર GJ23AW8145, માલીક મિલનભાઇ રાજ્યગુરૂ, ડ્રાઇવર ટોલીયા ડામોર બાપુભાઇ અંદાજીત ૫૦ ટન સાદી માટી સાથે ઝડપાયા છે વાહન નં. GJ13AX0168 માલીક જગાભાઇ નારાયણભાઇ ઝાપડા, અંદાજીત ૩૫ ટન સાદી રેટી, GJ04X6630, માલીક:-દિલિપભાઇ ઇશ્વરભાઇ કણઝરીયા, ડ્રાઇવર:- નિકુલભાઇ પ્રભુભાઇ દોદરીયા અંદાજીત ૨૦ ટન સાદી રેતી સહિત એકંદરે ૧૦૫ ટન જેટલો જથ્થો જપ્ત કરાયો છે ડમ્પર/ટ્રકને અટકાવી તેના ડ્રાઇવરની પુછપરછ કરી વજન પાવતી તથા રોયલ્ટી પાસ માંગવામાં આવી હતી. પરંતુ, તેમની પાસે વજન પાવતી તથા રોયલ્ટી પાસ નહી મળતાં પ્રાંત અધિકારી, બરવાળાની સુચનાનુસાર ડમ્પર નિયમોનુસાર સીઝ કરી પી.એસ.આઇ.-બરવાળાને કસ્ટડી સોંપવામાં આવી છે તેમજ ગુજરાત મીનરલ (પ્રીવેંશન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાંસ્પોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ ૨૦૧૭ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી માટે મદદનીશ ભુસ્તરશાષ્ત્રી, ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતું-બોટાદને સીઝર હુકમ મોકલી આપ્યો છે ગુજરાત મીનરલ (પ્રીવેંશન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાંસ્પોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ ૨૦૧૭ મુજબ ખનીજનું બિનઅધિકૃત વહન
કામગીરી કરનાર ટીમ બી.પી.રાણા, મામલતદાર, બરવાળા(ઇ.ચા.), મામલતદાર કચેરી-બરવાળા અને કચેરીના સ્ટાફ તથા પ્રાંત કચેરી-બરવાળાની ટીમો દ્વારા સંયુકત રીતે આ કામગીરી કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
