વિદ્યાર્થી લાઇસન્સ વિના સ્કૂલે વાહન લઈને આવશે તો વાલીને દંડ ફટકારાશે: RTO - At This Time

વિદ્યાર્થી લાઇસન્સ વિના સ્કૂલે વાહન લઈને આવશે તો વાલીને દંડ ફટકારાશે: RTO


છેલ્લા કેટલાક સમયથી રાજકોટની શાળાઓમાં 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ પણ વાહન લઈને આવતા થયા છે. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં પણ વધારો થયો છે. તેમાં પણ અકસ્માતમાં સગીર વાહન ચલાવતા હોય તેવા કેટલાક કિસ્સા પણ રાજ્યમાં સામે આવ્યા છે. ત્યારે હવે રાજકોટ આરટીઓની ટીમ શહેરની જુદી જુદી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને જે બાળકો ડ્રાઈવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજી પુરાવા વિના વાહન ચલાવીને શાળાએ આવતા હશે તો તેમના વાલીઓને પણ દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત શાળાઓને પણ તાકીદ કરવામાં આવશે કે સગીરને વાહન લઈને શાળાએ આવતા અટકાવવા જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.