રુ.૨૫ લાખની કિમંતના મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે ૬ આરોપીઓને ઝડપી પાડતી SOG ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર. - At This Time

રુ.૨૫ લાખની કિમંતના મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે ૬ આરોપીઓને ઝડપી પાડતી SOG ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર.


પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનર,ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા તથા નાર્કોટીક્સની બદીને સંદતર નાબુદ કરવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ.

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહીલ તથા પોલીસ ઇન્સ્પેકટર પી.વી.દેસાઇ તથા પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદી તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા નાઓના માર્ગદર્શન આધારે અલગ અલગ ટીમો બનાવી અમદાવાદ શહેર વિસ્તારમાં નાર્કોટીક્સની પ્રવૃતીઓ અંગેની બાતમી હકિકત મેળવવા સારુ પ્રયત્નશીલ હતા,

આ દરમ્યાન આસી.પો.સ.ઇ. જે.બી.દેસાઇ તથા હે.કો. મુકેશભાઇ જાયમલભાઇ તથા હે.કો.ભાવનેશકુમાર દિલીપભાઇ નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ જેમાં અમદાવાદ ફતેવાડી ખાતે રહેતો મુસ્તકિમ શેખ એમ.ડી. ડ્રગ્સનો ધંધો કરે છે અને તે મધ્યપ્રદેશ ખાતે રેહતા મોહમદ ખાન નામના ઇસમ પાસે મોટી માત્રામાં એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મંગાવતા તે મધ્યપ્રદેશથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો આપવા અમદાવાદ આવેલ છે અને નારણપુરા ખાતે આવેલ એલિફંટા સોસાયટીમાં તેઓના મળીયાતી માણસો સાથે એમ.ડી. ડ્રગ્સના જથ્થાની લેવડ-દેવડ કરનાર છે જે બાતમી હકિકત આધારે નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. નાઓની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહિલ નાઓની આગેવાનીમાં ટીમ બનાવી અમદાવાદ શહેર, નારણપુરા, જૈન દેરાસર પાસે, એલીફન્ટા સોસાયટીના મકાન નંબર-૧૪ ખાતે રેડ કરી આરોપીઓ

નં.(૧) મોહમદખાન શેરજમાલખાન પઠાણ ઉ.વ.૪૦ રહે.ગામ-નેપાનીયા તાલુકો- પિપલોદા, જાવરા જિ.રતલામ(મધ્યપ્રદેશ),

(૨) મુસ્તકીમ ઉર્ફે ભૂરો સ/ઓ મહેબુબભાઈ શેખ ઉ.વ.૨૭ રહે. મારૂવાસ, ગોળલીમડા, જમાલપુર અમદાવાદ

(૩) ધ્રુવ ભરતભાઈ પટેલ ઉ.વ.૩૩ રહે. પુજન ફ્લેટ, ટોરેન્ટ પાવરની સામે, નારણપુરા અમદાવાદ

(૪) મોહમદ એઝાજ મોહમદ ઈકબાલ શેખ ઉ.વ.૩૭ રહે. નવગરીની પોળ, રંગીલા ગેટ, શાહપુર, અમદાવાદ

(૫) અબરારખાન યુનુસખાન પઠાણ ઉ.વ.૩૦ રહે. પાનવાળી ગલી, જમાલપુર, અમદાવાદ

(૬) જીગ્નેશભાઇ ઉર્ફે જીગો રમેશભાઇ પંડ્યા ઉ.વ.૫૬ રહે.મ.નં.૧૪ એલીફન્ટા સોસાયટી જૈન દેરાસરની પાસે, નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ નાઓને ઝડપી લીધેલ,

રેડ દરમ્યાન તેઓના કબ્જામાંથી ગેરકાયદેસર મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ ૨૫૬.૮૬૦ ગ્રામ કિ.રૂ.૨૫,૬૮,૬૦૦/- તથા અન્ય ચિજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૨૯,૪૩, ૭૦૦/- નો મુદ્દામાલ મળી આવતા ડી.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૪૦૨૯૫/૨૦૨૪ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે,

આ કામે આરોપીઓની પ્રાથમીક પુછ પરછ દરમ્યાન આરોપી મુસ્તકીમ ઉર્ફે ભૂરો શેખ આરોપી મોહમદખાન પઠાણ પાસેથી મોટી માત્રામાં એમ.ડી.ડ્રગ્સ લાવી અમદાવાદમાં એમ.ડી. ડ્રગ્સનો ધંધો કરે છે તેમજ મોહમદખાન પઠાણે આ મુસ્તકીમ ઉર્ફે ભુરાને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લેવા રાજસ્થાન ખાતે બોલાવતા મુસ્તકીમ ઉર્ફે ભુરો રાજસ્થાન ખાતે ગયેલ અને રાજસ્થાન ખાતે આ મોહમદખાન પઠાણે નહિ પકડાયેલ આરોપી સમીર રહે. પ્રતાપગઢ, રાજસ્થાન વાળા પાસેથી એમ.ડી. નો જથ્થો મેળવી મુસ્તકીમ ઉર્ફે ભુરાને આપતા તેઓ બન્ને સાથે અમદાવાદ આવેલ અને અન્ય આરોપી ઓ જેમાં ધ્રુવ પટેલ તથા મોહમદ એઝાજ તથા અબરારખાન તથા જીગ્નેશ પંડ્યા જે આ મુસ્તકીમ ઉર્ફે ભુરા નો માલ કમિશન પેટે વેચાણ કરવામાં મદદ કરતા હોવાનુ જણાઇ આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહીલ

આસી.પો.સ.ઇ.જે.બી.દેસાઇ (બાતમી )

હે.કો. હરપાલસિંહ પવનસંગ,

હે.કો. ભાવનેશકુમાર દિલીપભાઇ, (બાતમી)

હે.કો. મુકેશભાઇ જાયમલભાઇ, (બાતમી)

હે.કો. જયરાજસિંહ વિક્રમસિંહ,

પો.કો. વનરાજસિંહ ભગવતસિંહ,

પો.કો. અજયસિંહ મનુભા,

પો.કો. બળદેવસિંહ ઘનશ્યામસિંહ,

પો.કો. વિજયસિંહ ભુપતસિંહ

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.