થાનગઢ: નાગ પાંચમ 2023 નો તહેવાર શ્રાવણ વદ પાંચમ ને તારીખ:4/9/2023 ને સોમવાર ના દિવસે ઠેર ઠેર ભક્તજનો દ્વારા ભાવપૂર્વક ઉજવવામાં આવશે.નાગ મંદિરો માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ - At This Time

થાનગઢ: નાગ પાંચમ 2023 નો તહેવાર શ્રાવણ વદ પાંચમ ને તારીખ:4/9/2023 ને સોમવાર ના દિવસે ઠેર ઠેર ભક્તજનો દ્વારા ભાવપૂર્વક ઉજવવામાં આવશે.નાગ મંદિરો માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ


વાસુકીદાદા નું ઐતિહાસિક મહત્વ છે.આ મંદિર આસપાસ નો વિસ્તાર પાંચાળ પ્રદેશ તથા સર્પ ભૂમિ તરીકે પણ ઓળખાય છે.એક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ તથા પદ્મ પુરાણ માં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઉલેખિત છે. પૌરાણિક કાળ માં સપ્તઋષિઓ માંના પાંચ ઋષિઓ એ ધર્મયાત્રા દરમિયાન આ પ્રદેશ માં ચોમાસા દરમિયાન ચાતુર્માસ ગાળ્યા હતા.તથા તેઓ આ સમય દરમિયાન યજ્ઞો વિગેરે ધાર્મિક કર્યો કરતા હતા.તે સમયે ભીમપુરી નગરી ના ભીમાસુર નામના અસુરે યજ્ઞ માં હાડ માંસ ફેંકીને ઋષિમુનિઓ ના યજ્ઞ માં વિઘ્ન કરવાનું શરૂ કર્યું હતું.તેથી ઋષિમુનિઓ એ હાલના વાસુકીદાદા ના મંદિર ના તળાવ ના કાંઠે પંચ કુંડી યજ્ઞ કુંડ બનાવી યજ્ઞ શરૂ કર્યો.હાલમાં પણ આ તળાવ નું એક નામ 'પંચ કુંડીયુ તળાવ' તરીકે જાણીતું છે.યજ્ઞ માં ઋષિમુનિઓ એ ભગવાન વિષ્ણુ નું આહવાન કર્યું.આકાશવાણી થઈ કે હું વાસુકી, તક્ષક તથા શેષનાગ સ્વરૂપે પ્રગટીને અસુરોનો વિનાશ કરીશ.કણ્વ ઋષિ એ શેષનાગ ને પ્રાર્થના કરી કે, "હે નાગ દેવ, તમો આ પ્રદેશ ના રક્ષક દેવતા બનો.અને પ્રજા નું કલ્યાણ કરો." શેષનાગે કહ્યું," હું તો પૃથ્વી નો ભાર વહન કરું છું.તેથી મારા બાંધવ વાસુકીનાગ ને આ પાંચાળ ભૂમિના રક્ષક તરીકે સ્થાપિત કરું છું.ત્યારથી પાંચાળ ચોવીસી ના રક્ષક દેવ તરીકે વાસુકીદાદા ની પૂજા આ પ્રદેશ માં થાય છે.
શ્રી વાસુકી મંદિર માં સંવંત 1565 માં મહંત શ્રી સુખદેવગીરી બાપુ એ જીવંત સમાધિ લીધી હતી.અહીંયા આશરે હજારેક વરસ જૂનું રાયણ નું વિશાળ વૃક્ષ આવેલું છે.જેની પણ પૂજા થાય છે.બારોટ ના ચોપડે આ વૃક્ષ નો ઉલ્લેખ જોવા મળે છે. નાગ દેવ શ્રી વાસુકીદાદા કાઠી દરબાર માં ધાધલ દરબાર ના ઇષ્ટ દેવ તરીકે પણ પૂજાય છે. આ સ્થળે શ્રી વડસુરસિંહજી, શ્રી કાળુ સિંહજી તથા શ્રી જેતસુર સિંહજી ને દાદા એ દર્શન આપ્યા હતા.તેમણે માથા પર રાખેલ કરંડીયો નીચે મુકતા વાસુકીદાદા એ જણાવેલ કે હવે હું હરહંમેશ માટે અહીંયા નિવાસ કરીશ. તે ઉપરાંત આઝાદી પહેલા થાનગઢ માં નામદાર લખતર સ્ટેટ નું શાસન હતું.નામદાર ઠાકોર સાહેબ ને વાસુકીદાદા પર અપાર શ્રદ્ધા હતી.તેમના પરિવાર માં પણ વાસુકીદાદા ની પરંપરાગત રીતે પૂજા થાય છે.તેઓ દ્વારા વાસુકીદાદા ને ગામના રાજા તરીકે નું સન્માન અપાયેલ હતું.સ્ટેટ દ્વારા શરૂ કરાયેલ પરંપરા ના ભાગ રૂપે આજે પણ દરરોજ સંધ્યા આરતી સમયે વાસુકીદાદા ના માન સન્માન માં મશાલ પ્રગટાવાય છે. વાસુકીદાદા ના મંદિરે મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ તથા મહંત શ્રી ભરતગીરી બાપુ દાદા ની નિત્ય પૂજા કરે છે.
નાગ પંચમી ને દિવસે અહીંયા મેળા જેવો માહોલ જોવા મળે છે. નાગ દેવતા શિત પ્રકૃતિ ના દેવ હોવાથી આ દિવસે ભક્તજનો વાસુકીદાદા ને તલવટ, કુલેર, ગાય નું સાકર વાળું દૂધ, નાળિયેર વિગેરે નો પ્રસાદ ધરાવે છે. દાદા થાનગઢ ના ગ્રામ્ય દેવતા તરીકે પૂજાય છે.તેથી થાનગઢ ના લોકો માં આ દિવસ નું વિશેષ મહત્વ જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.