મકરસંક્રાન્તિ પર્વ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પતંગોનો દિવ્ય શણગાર- વૈવિધ્યસભર ગોળની ચીકીઓનો અન્નકૂટ દર્શન અને ગૌશાળામાં દિવ્ય ગૌ પૂજન કરાય
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ એવં પવિત્ર મકરસંક્રાંતિ(ઉત્તરાયણ) પર્વ નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૫ને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પતંગના વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસન,મંદિરને રંગબેરંગી પતંગ-ફીરકીનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ દાદાને મમરા-તલના લાડુ,કાળા-સફેદ તલ-દાળિયાની ચીકી, શીંગ- ખજુર-ડ્રાયફ્રૂટ,ટોપરા વિગેરના પાક, કચરિયું વિગેરેનો અન્નકૂટ ધરાવીને 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ ઉત્તર + અયન = ઉત્તરાયણ અર્થાત્ સૂર્યદેવનું ઉત્તર તરફનું પ્રયાણ. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને 'સંક્રાન્તિ' કહેવાય છે. દર વર્ષે મી જાન્યુઆરીએ મકરસંક્રાન્તિનો પતંગ મહોત્સવ ભારતમાં અને ગુજરાતમાં સવિશેષ ઉજવાય છે મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે દિવ્ય ગૌ પૂજન ઉત્સવ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન ૧૦૮ ગાયોનું- સંતો એવં યજમાનો દ્વારા દિવ્ય ગૌ પૂજન નું આયોજન કરવામાં આવ્યુ હતું. દિવ્ય ગૌ પૂજન અંતર્ગત ૧૦૮ ગૌ વંશ દર્શન, ૧૦૮ ગૌ વત્સ દર્શન, ૧૦૮ ગૌ નામાવલીથી પૂજન, ગૌ ચરણ પ્રક્ષાલમ, પૃષ્પવૃષ્ટિ, ગૌ અર્ધ્ય પ્રદાન, રેશમ વસ્ત્ર સમર્પણ, ગૌમાતાને ગોળની મીઠાઈઓનો ગૌશાળ,પુષ્પવૃષ્ટિ, ગૌ મહા નીરજનમ તથા ગૌપાલક પૂજન વિગેરેનું આયોજન કરવામાં આવ્યુ હતું પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી એવમ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મકર સંક્રાંતિ પવિત્ર દિવસે ગૌ પૂજન કરવામાં આવ્યું.અને યજમાન બનનાર વ્યકિત પરિવાર સાથે આ ગૌ પૂજનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞની પૂર્ણાહુતી બપોરે ૧૧:૩૦ કલાકે કરવામાં આવેલ છે દાદાના શણગાર-આરતી-પૂજન-અન્નકૂટ-દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ અમૂલ્ય લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.