શહેરમાં ગંદકી કરનારાઓને રૂા. 6950નો દંડ ફટકારતું મ્યુનિ. કોર્પોરેશન : 29 આસામીઓ પાસેથી 1.63 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં ગંદકી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી શરૂ રાખવામાં આવી છે. તેની સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનારાઓ સામે પણ કાર્યવાહી કરવાનું શરૂ રાખવામાં આવેલ છે.
કોર્પો.ના ત્રણે ઝોનમાં 29 આસામીઓ પાસેથી 1.63 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તેમજ ગંદકી કરનારા આસામીઓને રૂા. 69પ0નો દંડની વસુલાત કરવામાં આવી છે.
મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 19-4 થી 20-4 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી.
જેમાં તા. 19-4થી 20-4 એમ કુલ 2 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 29 આસામીઓ પાસેથી 1.63 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 6950નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર-સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પેકટર-સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
