બાલાસિનોર પોસ્ટ ઓફીસ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
તા 30/12/2024 ને સોમવાર ના રોજ બાલાસિનોર પોસ્ટ ઓફિસ ના પોસ્ટ માસ્ટર પ્રવીણભાઈ ડી વણકર દ્વારા પોસ્ટ ઓફિસ બાલાસિનોર માં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ટોટલ 31 યુનિટ બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું,જેમાં આણંદ પોસ્ટલ ડીવીજન ના સુપ્રીડેન્ટ સાહેબ શ્રી અશોક પરમાર સાહેબ તેમજ આસિસ્ટન્ટ સુપ્રીડેન્ટ શ્રી મનોજ મકવાણા સાહેબ હાજર રહી ને આ કેમ્પ માં રક્તદાન કરવામાં સહયોગી થયાં ને આ કેમ પોસ્ટ ઓફિસ માં પહેલી વાર કરવામાં આવ્યો.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારતીય નાગરિકોની સેવામા 170 વર્ષ પૂર્ણ કરેલ છે. તેની ઉજવણીના ભાગરૂપે તા 30/12/2024 ને સોમવાર ના રોજ બાલાસિનોર પોસ્ટ ઓફિસ ના પોસ્ટ માસ્ટર પ્રવીણભાઈ ડી વણકર દ્વારા પોસ્ટ ઓફિસ બાલાસિનોર માં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો.આણંદ
ડિવિઝનના બાલાસિનોર પોસ્ટ ઓફિસ ખાતે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન મહાદાન અને માનવ સેવા એજ પ્રભુ સેવા વાક્યને સાર્થક કરવા બાલાસિનોર પોસ્ટ ઓફિસ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સવારના 09.00 થી 4,:00 તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોસ્ટલ સ્ટાફ તથા જનતાને રક્તદાન કરવા નમ્ર અપીલ કરવામા આવી હતી.
આ શિબિરમાં 31 રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. પોસ્ટલ સ્ટાફ દ્રારા સાથે મળીને કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.