મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી લાજપોર(સૂરત)જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ
(રિપોર્ટ અસરફ જાંગડ)
જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે મારામારીના ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસાની કડક કાર્યવાહી કરવા સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર એસ.એ.પટેલ દ્વારા મારામારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ ગુલામનબી ઉર્ફે ગુલો યુનુસભાઇ પટેલીયા રહે.રાણપુર, દેસાઇવોરાના ચોરા પાસે, તા.રાણપુર જી.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોય દ્વારા દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા મજકુર ગુલામનબી ઉર્ફે ગુલો યુનુસભાઇ પટેલીયા રહે.રાણપુર, દેસાઇવોરાના ચોરા પાસે, તા.રાણપુર જી.બોટાદ વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને લાજપોર (સુરત) મધ્યસ્થજેલ ખાતે મોકલી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
