આંતરરાષ્ટ્રીય વન દિવસ 2025 નિમિત્તે અરવલ્લી વન વિભાગ દ્વારા બાઇક રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન - At This Time

આંતરરાષ્ટ્રીય વન દિવસ 2025 નિમિત્તે અરવલ્લી વન વિભાગ દ્વારા બાઇક રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન


21 માર્ચ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે અરવલ્લી વન વિભાગ, મોડાસા દ્વારા વન સંરક્ષણ અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી એસ. એમ. ડામોર, ડીસીએફ સાહેબના સુચન અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.આ પ્રસંગે શ્રી એમ. બી. નીનામા (ACF), શ્રી સંદીપ કુમાર ડામોર (ACF), અને શ્રી શૈલેન્દ્રસિંહ રહેવર (RFO, ભિલોડા) ની ઉપસ્થિતિમાં ભિલોડા રેન્જ અને શામળાજી રેન્જના વન અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના ભાગરૂપે અરવલ્લી વન વિભાગ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વન સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી. બાઇક રેલી ભિલોડા અને શામળાજી વિસ્તારમાંથી પસાર થઈ હતી. આ ઉપરાંત, વનોનું મહત્વ સમજાવવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા મળીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ACF દ્વારા જણાવ્યું કે, "વનો આપણા જીવનનો આધાર છે અને તેમનું સંરક્ષણ એ આપણી સૌની જવાબદારી છે. આવા કાર્યક્રમો દ્વારા અમે લોકોમાં વન જાગૃતિ લાવવા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વધારવા માટે પ્રયત્નશીલ છીએ." આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી વન વિભાગે સમાજના તમામ વર્ગોને વન સંરક્ષણ અને વૃક્ષારોપણમાં સહભાગી થવા માટે અપીલ કરી છે.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image