તુરખા રોડ ચકલા ગેટ પ્લોટ નંબર ૨૧ થી ૨૩ સર્વે નં-૫૯૧ પૈકી વાળી જગ્યામાં સાદીરેતી ખનીજ સરકારી મીલકતનુ ગેરકાયદેસર સંગ્રહ કરેલ હોવાનુ ફલીત થયેલ હોવાથી કસુરવાર સામે નોંધાઈ એફ. આર. આર ( FIR) - At This Time

તુરખા રોડ ચકલા ગેટ પ્લોટ નંબર ૨૧ થી ૨૩ સર્વે નં-૫૯૧ પૈકી વાળી જગ્યામાં સાદીરેતી ખનીજ સરકારી મીલકતનુ ગેરકાયદેસર સંગ્રહ કરેલ હોવાનુ ફલીત થયેલ હોવાથી કસુરવાર સામે નોંધાઈ એફ. આર. આર ( FIR)


તુરખા રોડ ચકલા ગેટ પ્લોટ નંબર ૨૧ થી ૨૩ સર્વે નં-૫૯૧ પૈકી વાળી જગ્યામાં સાદીરેતી ખનીજ સરકારી મીલકતનુ ગેરકાયદેસર સંગ્રહ કરેલ હોવાનુ ફલીત થયેલ હોવાથી કસુરવાર સામે નોંધાઈ એફ. આર. આર ( FIR)

ખાણ વિભાગ,પ્રાંત અધિકારીશ્રી બોટાદ સહિત અન્ય અધિકારીઓની તપાસ ટીમે આશરે ૧૦૦ મે.ટન સાદીરેતી ખનીજનો જથ્થો ઝડપી પાડી કસુરવાર સામે કરી તાત્કાલિક કાર્યવાહી

પ્રાંત અધિકારી બોટાદની ટેલીફોનીક સૂચના અન્વયે તા-૦૪/૦૨/૨૦૨૩ ના રોજ તુરખા રોડ ચકલા ગેટ પ્લોટ નંબર ૨૧ થી ૨૩ સર્વે નં-૫૯૧ પૈકી વાળી જગ્યામાં સાદીરેતી ખનીજ બિનઅધિકૃત સંગ્રહ અન્વયે
ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની તપાસટીમ તેમજ પ્રાંત અધિકારી બોટાદ, સીટી મામલતદારબોટાદ, સર્કલ ઓફીસર બોટાદસીટી સાથે સંયુક્ત તપાસ કરતા સદર જગ્યામાં આશરે ૧૦૦ મે.ટન સાદીરેતી ખનીજનો જથ્થો પડેલ હોઇ જે જગ્યાના માલીક બળદેવભાઇ થોભણભાઇ પરમાર હોઇ જેમને સંપર્ક કરતા તેઓ સ્થળ પર હાજર રહેલ નહી. સરકારી ટીમ સ્થળ પર પહોચે તે પહેલા સ્થળ પરથી નાસી ગયેલ તેમજ સરકારી કામગીરીમાં સહકાર આપેલ નહી.

સ્થળ પર તપાસ સમયે સદર સાદીરેતી ખનીજના કોઇ આધાર પુરવા પણ રજૂ કરેલ ન હોઇ જેથી સદર સાદીરેતી ખનીજ સરકારી મીલકતનુ ગેરકાયદેસર સંગ્રહ કરેલ હોવાનુ ફલીત થયેલ. જે સ્થળસ્થિતિના ફોટોગ્રાફ પાડેલ હોઇ તેમજ સદર સાદીરેતી ખનીજનો જથ્થો ઉદ્યોગ અને ખાણ વિભાગની કચેરી દ્વારા સીઝ કરેલ હોઇ,અને સ્થળ પર સ્થળસ્થિતિનુ પંચરોજકામ કરેલ હોઇ.આમ કસુરદારશ્રી દ્વારા ૧૦૦ મે.ટન સાદીરેતી ખનીજનુ બિનઅધિકૃત સંગ્રહ કરેલ હોવાનુ ફલીત થયેલ છે.જે અન્‍વયે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના ગુજરાત સરકારના જાહેરનામાંનો ભંગ કરેલ હોઇ, જેથી નિયમોનુસાર કસૂરદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થાય છે.

જે બાબત ની પોલીસ ફરિયાદ રોયલટી ઇન્સ્પેક્ટર એસ.એસ.બારૈયા દ્વારા બોટાદ સીટી પોલીસ સ્ટેશન ખાતે તા-૪/૨/૨૦૨૨ ના રોજ દાખલ કરેલ હોવાનુ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ,બોટાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.