રીક્ષા ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક, શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ મિલ્કત સંબંધિત ગુન્હાઓ બનતા અટકાવવા અને આરોપીઓ પકડવા સારૂં સુચના કરેલ, જે આધારે શ્રી એ.કે.પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી, હિંમતનગર વિભાગ, હિંમતનગરનાઓએ અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે અમો એચ.આર.હેરભા પોલીસ ઇન્સ્પેક્ટર, હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. તથા તથા અ.હે.કો. વિજયકુમાર બાબુલાલ બ.નં.૩૯૬ તથા અ.પો.કો જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ બ.નં.૮૬૧ તથા અ.પો.કો મહેન્દ્રકુમાર બહેચરભાઇ બ.નં.૬૭૩ એ રીતેના આ દિશામાં સતત કાર્યરત રહેલ.
તા.૧૫/૧૧/૨૦૨૪ ના રોજ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૪૦૯૩૨/૨૦૨૪ BNS કલમ- ૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય, તા.૩૦/૦૧/૨૦૨૫ ના સવારના આઠેક વાગ્યે અ.પો.કો જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ બ.નં.૮૬૧ નાઓને બાતમી મળેલ કે આ કામે ઉપરોકત ચોરીમાં ગયેલ સી.એન.જી રીક્ષા નં.GJ-08-AV-7933 ની ઇલોલ થી હિંમતનગર તરફ આવતી હોઇ જે બાતમી હકીકત આધારે ટીમના માણસોએ ઇલોલ ચાર રસ્તા પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ કરતાં બાતમી હકીકતવાળી સી.એન.જી રીક્ષા નં.GJ-08-AV-7933 ની એક ઇસમ રીક્ષા લઈને હિંમતનગર તરફ આવતો હતો જેને પકડી તેનું નામઠામ પૂછતાં પોતે પોતાનું નામ કેતનભાઇ સેધાભાઈ રાવળ ઉ.વ.રર રહે-કબીરકંપા સોસાયટી ખેમાસર વિસ્તાર હારીજ તા-હારીજ જી-પાટણનો હોવાનું જણાવતો હોય જેને યુક્તિ પ્રયુક્તીથી ગુન્હા સંબંધે પૂછપરછ કરતો આ ઇસમે પોતે આશરે બે માસ આગાઉ હિંમતનગર વિજાપુર રોડ ઉપરથી સી.એન.જી રીક્ષા નં. GJ-08-AV-7933 ની ચોરી કરેલ હોવાનું કબુલ કરેલ હોય આમ કેતનભાઇ સેધાભાઇ રાવળ ઉ.વ.૨૨ રહે-કબીરકંપા સોસાયટી ખેમાસર વિસ્તાર હારીજ તા-હારીજ જી-
પાટણનાઓને પકડી સદર આરોપી પાસેથી સી.એન.જી રીક્ષા નં.GJ-08-AV-7933 ની મળી આવેલ જે કબ્જે કરી ગુન્હાના કામે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામ કરનાર ટીમના સભ્યો:-
(૧)એચ.આર.હેરભા, પોલીસ ઇન્સ્પેકટર.
(૨) અ.હે.કો. વિજયકુમાર બાબુલાલ બ.નં.૩૯૬
(૩) અ.પો.કો જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ બ.નં.૮૬૧
(૪) પો.કો. મહેન્દ્રકુમાર બહેચરભાઇ બ.નં.૬૭૩
(રિપોર્ટર હસન અલી સાબરકાંઠા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે
