દૂધ‌ઈ ના હાદાસર તળાવ સુધી સૌની યોજના થકી નર્મદા ના નીર પહોંચ્યા - At This Time

દૂધ‌ઈ ના હાદાસર તળાવ સુધી સૌની યોજના થકી નર્મદા ના નીર પહોંચ્યા


*સૌની યોજના થકી નર્મદા ના નીર દુધ‌ઈ હાદાસર તળાવ સુધી પહોચ્યાં*

*ખેડૂતો એ રાજુભાઈ કરપડા નો આભાર કર્યો વ્યકત*

મુળી તાલુકાનાં ગામોમાં હજું વાવણી લાયક વરસાદ નોંધાયો નથી ત્યારે ખેડૂતો ને આગોતરા પાક માટે સતત પાણી ની જરૂર હોય ત્યારે જ સૌની યોજના પાઈપલાઈન થકી પણ તળાવ ચેકડેમ ભરવાનું પણ બંધ હોય ત્યારે ખેડૂતો એ ખેડૂત આગેવાનો રાજુભાઈ કરપડા ને આ બાબતે રજુઆત કરવામાં આવી હતી તેઓ એ ઉચ્ચ કક્ષાએ ખેડૂતો ને નર્મદા ના પાણી સૌની યોજના થકી છોડવામાં આવે તે બાબતે સરકાર માં ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી ત્યારે સૌની પાઈપ લાઈન માં ભંગાણ સર્જાતા થોડા દિવસ લેઈટ થવા પામેલ પરંતુ ગ‌ઈકાલે સૌની યોજના પાઈપલાઈન માં પાણી છોડવામાં આવેલ હતું અને દુધ‌ઈ ના હાદાસર તળાવ માં પાણી આવી પહોચ્યાં હતા ખેડૂતો એ નીર ને વધાવી રાજુભાઈ કરપડા નો આભાર વ્યક્ત કર્યો હતો બરાબર કટોકટી ના સમયે પાણી આવતા ખેડૂતો માં હરખનીહેલી જોવા મળી હતી દુધ‌ઈ ટીકર સરલા સુજાનગઢ ના તળાવો પણ ભરવામાં આવશે

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.