રાજકોટ શહેર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં ભરવાડ શખ્સોનો આતંક, કમિશનરને રજૂઆત
રાજકોટ શહેર તા.૨૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરના પેડક રોડ પર આવેલ ગાંધી સ્મૃતી સોસાયટીમાં જ રહેતા દેવા કાના ભરવાડનો પુત્ર હર્ષ અને સગીર વયના પુત્રએ સોસાયટીમાં આતંક મચાવ્યાની રજુઆત પોલીસ કમિશનરને લતાવાસીઓએ આપી હતી. જેમાં દેવા ભરવાડના બંને પુત્રોના ત્રાસથી રહેવાસીઓને પરેશાન કરે છે અને છોકરીઓની છેડતી કરે છે. જે મામલે તેમને કહેવા જતા સામી ધાક-ધમકી આપી તમારે જયાં જવું હોય ત્યાં જવ અમારૂં કોઇ બગાડી નઇ શકે, જેમના ત્રાસથી રહેવાસીનો મકાન વેચીને હિજરત કરવા લાગ્યા અને બંને શખ્સના ડરથી દિકરીઓ ઘરની બહાર પણ નથી નીકળતી અને તેમના ઘર પાસેથી નિકળે તો વાહન આડુ રાખી દાદાગીરી કરે અને આ રસ્તો તમારો બાપનો નથી તેમ કહી ઝઘડો કરતાનો અરજીમાં લતાવાસીઓએ આક્ષેપ કરી બંને શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.