શહેરમાં રસ્તા વચ્ચે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ, જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે
રાજકોટ શહેર વિસ્તારમાં જાહેરમાં ઢોર માટે રસ્તા પર ઘાસચારો વેંચતા ઇસમો અને રસ્તા પર રખડતાં ઢોર જે લોકોના સ્વાસ્થ્ય અને જાહેર માર્ગ સલામતીને ભયરૂપ હોય જેથી માર્ગ અકસ્માત નિવારવા અને આમ જનતાની સલામતી ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા સમગ્ર વિસ્તારમાં જાહેર માર્ગ, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઇપણ વ્યકિત દ્રારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા તે સમગ્ર બાબતો ઉપર પ્રતિબંધ મૂકી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા ભંગ કરશે તેની સામે અધિનિયમ 1973ની કલમ 144 મુજબ તથા ગુજરાત પોલીસ - અધિનિયમ-1951 ની કલમ 33 (1) (ખ) (ગ) મુજબ કાર્યવાહી હાથ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.