વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા આગામી દિવાળીના તહેવારો સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને શાંતી સમીતીની મીટીંગ યોજાઇ::* - At This Time

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા આગામી દિવાળીના તહેવારો સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને શાંતી સમીતીની મીટીંગ યોજાઇ::*


*:: વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા આગામી દિવાળીના તહેવારો સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને શાંતી સમીતીની મીટીંગ યોજાઇ::*

જુનાગઢ રેન્જ *પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા ગીર સોમનાથ જીલ્લા *પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ* તથા *વિભાગીય પોલીસ અધિકારીશ્રી વી.આર.ખેંગાર સાહેબનાઓ* દ્રારા આગામી દિવાળીના તહેવારો સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે વેરાવળ શહેરમાં દરેક સમાજનાં આગેવાનો સાથે શાંતી સમીતીની મીટીંગ યોજવા સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને
આજરોજ વેરાવળ સીટી *પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી* નાઓ દ્વારા વેરાવળ શહેરના તમામ સમાજના આગેવાનોને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી શાંતી સમીતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ અને આ મીટીંગમાં આગામી દિવાળીના તહેવાર સબબ શહેરમાં ગામડાઓમાંથી લોકો ખરીદી કરવા આવતા હોય અને બજારોમાં મોટી ભીડ રહેતી હોય જેથી ટ્રાફીક જામ કે ચોરી/લુટ કે છેડતીના બનાવો ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા અને આવા કોઇ બનાવ બન્યે તાત્કાલીક પોલીસનો સંર્પક કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવી કોઇ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ ન થાય તેમજ શાંતિ પૂર્વક તહેવારની ઉજવણી કરવા નગરજનોને અનુરોધ કરવામાં આવેલ.
તા-૨૧/૧૦/૨૦૨૪


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.