મહુવામાં હોર્ન વગાડીને સાઈડ માં જવાનું કહ્યે તો ત્રણ શખ્સો ઉશ્કેરાયા, લોખંડના પાઈપ અને ધોકાથી ત્રણે મિત્રો પર હુમલો
મહુવાના ખોડિયારનગર વિસ્તારમાં શેરીમાં બાઈક લઈને જઈ રહેલા ત્રણે મિત્રો પર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે, ખોખરા પ્લોટ વિસ્તારમાં રહેતા અશોકભાઈ વાલાભાઈ શિયાળ તેમના મિત્રો સંદીપભાઈ અને દીવાન સાથે ભાણેજના ફૂલેકામાં જઈ રહ્યા હતા. ખોડિયારનગર શેરીમાં સુનિલ ચુડાસમા, લાલા પરમાર અને અતુલ પરમાર રોડ વચ્ચે ઊભા હોવાથી અશોકભાઈએ બાઈકનો હોર્ન વગાડ્યો અને સાઈડ માં જવા કહ્યું આટલામાં ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા અને લોખંડના પાઈપ અને ધોકાથી ત્રણે મિત્રો પર હુમલો કરી દીધો. હુમલામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ બનાવ અંગે અશોકભાઈએ મહુવા પોલીસ મથકે ત્રણે શખ્સ વિરુદ્ધ મારપીટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
