લાટી ગામે અનઅધિકૃત ધાર્મિક દબાણ દૂર કરતું વહીવટી તંત્ર* - At This Time

લાટી ગામે અનઅધિકૃત ધાર્મિક દબાણ દૂર કરતું વહીવટી તંત્ર*


*લાટી ગામે અનઅધિકૃત ધાર્મિક દબાણ દૂર કરતું વહીવટી તંત્ર*
-------------
*આશરે 455 ચો. મીટરનું અંદાજિત રૂ. 20 લાખની કિંમતનું દબાણ દૂર કરવામાં આવ્યું*
-------------
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં અનધિકૃત દબાણ હટાવવાની ઝૂંબેશ અવિરત ચાલુ છે, ત્યારે લાટી ગામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરતાં પ્રાથમિક શાળાની બાજુમાં મસ્જિદનું અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરતાં વહીવટી તંત્ર દ્વારા આશરે 455 ચો.મીટરનું અંદાજિત રૂ. 20 લાખની કિંમતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર અવરોધરૂપ દબાણ, સરકારી ગૌચરની જમીનમાં દબાણો, અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા ઝૂંબેશરૂપે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image