રાજકોટ મહાનગરપાલિકા RMC ને સેવા આપતા તમામ વાહનો માટે સુધારાત્મક પગલાઓનું પાલન.
રાજકોટ શહેર તા.૧૮/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક પરીપત્રથી સૂચિત કરેલ છે કે તેઓના વિભાગ હસ્તકના RMC ની માલિકીના તેમજ કોન્ટ્રાક્ટ હેઠળના વાહનો તેમજ આઉટસોર્સિંગ સહિત RMC ને સેવા આપતા તમામ વાહનો માટે નીચે મુજબની વિગતે સુધારાત્મક પગલાઓનું પાલન કરવાનું રહેશે. એજન્સી મારફત (RMC ની માલિકીના વાહનોમાં લગત શાખા દ્વારા) કાર્યરત વાહનોની યોગ્ય ચકાસણી કરી RTO/માન્ય સંસ્થાઓ દ્વારા ફીટનેસ સર્ટીફીકેટ દર વર્ષે ૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ વચ્ચે મેળવવાના રહેશે. ભારે વાહનો માટેના ફરજ પરના ડ્રાઇવરોની વય મર્યાદા ૨૫ થી ૫૮ વર્ષ રહેશે તેમજ તેની પાસે ઓછામાં ઓછું ૨ વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે તથા અન્ય વાહનો માટે નિયમાનુસાર નિયત અનુભવ હોય તેને જ ફરજ પર રાખવાનાં રહેશે. ડ્રાઈવરો/વાહનો/વાહનો થકી RMC ને સેવા પૂરી પાડતી એજન્સી પાસેથી બિલની સાથે નીચે મુજબની બાબતોએ સોગંદનામું લેવાનું રહેશે. (1) ફરજ પરના તમામ ડ્રાઈવરો ફિઝિકલી ફિટ છે અને તેમની પાસે વેલીડ લાઇસન્સ છે. (2) ડ્રાઈવરો પાસેથી નિયત કામના કલાકો (૮) થી વધુ કામ લેવામાં આવતું નથી તેમજ સમયાંતરે રેસ્ટ આપવામાં આવે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
