હળવદના માનગઢ નજીક રેતીનું ખનન-વહન કરતાં hitachi અને ટ્રક ઝડપાયો - At This Time

હળવદના માનગઢ નજીક રેતીનું ખનન-વહન કરતાં hitachi અને ટ્રક ઝડપાયો


હળવદ વિસ્તારમાં ખનીજ ચોરી રોકવા પોલીસ સક્રિય થઈ હોય તેમ હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક રેતી ખનીજનું વહન કરતા હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને હળવદ પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર કે હિટાચી મશીન અને એક ટ્રક પકડીને આગળની કાર્યવાહી કરેલ છે મોરબી જીલ્લામાં ખનીજ ચોરી અને ખનીજ વહન જેવી પ્રવુતિ રોકવા કાર્યવાહી કરવા કડક સુચના એસપી દ્વારા આપવામા આવેલ છે ત્યારે હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે માનગઢ ગામે નદીના કાઠા પાસે બાતમી હકીકત આધારે રેડ કરી હતી ત્યારે રેતી ખનીજનુ ખનન કરતા મશીન એક્જાવેટરતથા એક ટ્રક (પાટલો) રજી નંબર જીજે ૧૨ વાય ૯૮૮૩ મળી આવ્યા હતા અને આધાર કે પરમીટ માંગતા પોતાની પાસે કોઇ આધાર કે પરમીટ નહી હોવાનુ ત્યાં હાજર રહેલા લોકોને જણાવ્યુ હતું જેથી કરીને હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મુદામાલ હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવા જાણ કરેલ છે આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમે કરી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.