જિલ્લામાંથી કતલ કરવાના ઇરાદે લઈ જવાતા પશુઓને પોલીસે ઝડપી પાડ્યા - At This Time

જિલ્લામાંથી કતલ કરવાના ઇરાદે લઈ જવાતા પશુઓને પોલીસે ઝડપી પાડ્યા


જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા પશુઓ પ્રત્યે ઘાતકી પણું અટકાવવાનો કાયદો 1960ના આધારે આવા આરોપીઓ જે પશુઓ પર ક્રૂરતા કરતા હોય તેમજ જિલ્લામાં બનતા આવા બનાવોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પી.એસ.આઈ એન.એમ.ભુરિયાને બાતમી મળી હતી કે, આગરવાડા પુલ તરફથી દેવ ચોકડી થઈને બાલાસિનોર એક સફેદ કલરની બોલેરો મેક્સ પિકઅપ ડાલું પશુઓ ભરીને કતલખાને લઈ જવાના ઈરાદાથી પશુ ભરી જનાર છે જે બાતમી મળી હતી. આ બાતમી આધારે પી.એસ.આઈ એન.એમ.ભુરિયા તથા પોલીસ સ્ટાફ દેવ ચોકડી ખાતે બેરીકેટિંગ કરી દેવ ચોકડી ચેક પોસ્ટ પર તાપસ ગોઠવી હતી. તે દરમિયાન આગરવાડા પુલ તરફથી દેવ ચોકડી થઈને બાલાસિનોર જનાર પિકઅપ ડાલું આવતા તેને રોકીને ચેક કરતા ભેંસને ગડાના ભાગે તથા પગના ભાગે ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલી હતી. જેથી પોલીસે ગાડીમાં સવાર બંને ઇસમોને પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ન આપતા બંને આરોપીઓ બશીર અલ્લારખા મુલતાની રહેવાસી, મૂલતાનપુરા બાલાસિનોર અને બીજો રસિક અબ્દુલ મુલતાની રેહવાસી, મૂલતાનપુરા બાલાસિનોર જે બંનેને ઝડપી તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.