અડગ મનના માનવીને હીમાળો પણ નથી નડતો એજ આ કુંડળ ગામના બે વડીલોએ આ કહેવત મોટી ઉમરે સાર્થક કરી છે - At This Time

અડગ મનના માનવીને હીમાળો પણ નથી નડતો એજ આ કુંડળ ગામના બે વડીલોએ આ કહેવત મોટી ઉમરે સાર્થક કરી છે


કુંડળ ગામના આગેવાનો 65 વર્ષના રવુભાઇ વાડીયાભાઇ ખાચર વાવડીના 70 વર્ષના મનુભાઈ મેરામભાઇ ધાધલ જેઓ 3800 કિમીની નર્મદાની પદયાત્રા કરી સાડા ત્રણ માસમાં બન્નેએ 3800 કિમીની યાત્રા પૂર્ણ કરી અને પ્રયાગરાજ કુંભ સ્થાન કરી અને કાઠી ક્ષત્રિય સમાજનુ આસ્થા નું કેન્દ્ર એવું સૂરજદેવળ પદયાત્રા કરીને આજે પોતાના વતન પરત ફરતા સગા સંબંધીઓ હજારો લોકો તેમનુ સ્વાગત કરવા માટે ઉમટી પડયા મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહી તેમનું સન્માન કરવામાં આવ્યું તેમજ હિંદુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા જસદણ સ્ટેટ સત્યજીત સિંહ શિવરાજસિંહ ખાચર ની‌ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પ.પુ.મહા મંડલેશ્વર 1008 જગદેવદાશ બાપુ લક્ષ્મણજી મંદિર બરવાળા અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા માં અનેક મુશ્કેલી આવી પણ ગુરુ ગેબીનાથના અને જાદરા બાપુના આશીર્વાદથી અમે આ પરિક્રમા પૂરી કરે છે. આ સમયે સોનગઢ જાદરા બાપુના જગ્યાના મહંત કિશોરબાપુ ગુરુ ગેબીનાથના પ્રમુખ આલ્કુબાપુ ભગત બંને ભાઈઓનો સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને તેમને જણાવ્યું કે આ એક પ્રેરણારૂપ પરિક્રમા હતી. મોટી ઉંમર હોવા છતાં પણ આ પરિક્રમા પૂરી કરવી એ ખરેખર સમાજ માટે ગૌરવની વાત છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image