મહિસાગર : કળાના તાલુકાના માલવણ મુકામે વેપારી મંડળની વાર્ષિક સાધારણ સભા મળી.
માલવણ મુકામે વેપારી મંડળની વાર્ષિક સાધારણ સભા મળી.
કડાણા તાલુકાના માલવણ ગામે વેપારી મંડળની મીટીંગ યોજવામાં આવી આ મીટીંગ વેપારી મંડળના પ્રમુખશ્રી કેતનભાઇ દાણી ની અધ્યક્ષતામાં મળી મિટિંગમાં લગભગ ૧૫૦ જેટલા નાના -મોટા વેપારીઓ ઉપસ્થિત રહ્યા. જેમાં એજન્ડા મુજબ તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. મિટિંગમાં સેક્રેટરી નંદકુમાર શેઠ તથા જોઈન્ટ સેક્રેટરી પિનકુભાઈ પાનવાલા, હીરાભાઈ મૂળચંદાણી, રસીદભાઈ શેખ દ્વારા મંચ શોભાવવામાં આવ્યો. વેપારીઓ દ્વારા કેટલાક નીતિ નિયમોમાં ફેરફાર કરવાનો અવાજ ઉઠ્યો .જેને તમામ અગ્રણીઓએ વધાવી લીધો.
આમ કેટલાક ફેરફારો પણ નોંધાયા મીટીંગ ના અંતે લાલાભાઇ પંડિત દ્વારા આવતી તારીખ - ૦૯/૦૧/૨૦૨૫ ને ગુરુવારે શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરેલ હોય તમામ વેપારીઓ નો સાથ સહકાર માગવામાં આવ્યો. ભાગવત કથા નું રસપાન ધર્મેન્દ્રપ્રસાદ મહારાજ વૃંદાવન વાળા દ્વારા થવાનું હોય જેનો લાભ લેવા સર્વને આમંત્રિત કર્યા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.