કરજણ તાલુકાના નાગરિકો માટે કરજણ ટોલટેક્ષ મફત કરાયો
કરજણ નજીક નેશનલ હાઇવે ૪૮ પણ ભરથાણા ટોલ ટેક્ષ કરજણ તાલુકાના જાગૃત નાગરિકો ટોલ ફ્રી ની માંગ સાથે વધુ ત્રણ માગ સ્વિકારાઈ. જેમાં કરજણ તાલુકાના જાગૃત નાગરિકો નેશનલ હાઇવે નંબર 48 ના વહીવટથી સાત દિવસ પેહલા L & T ના મેનેજર ને સાત દિવસનો અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું . ત્યાર બાદ આજ રોજ નાગરીકો દ્રારા ધરણા પ્રદર્શન કરતાં પેહલા કરજણ તાલુકાના મોટી સંખ્યાઓમાં નાગરિકો જોવા મળ્યા હતા. કરજણ તાલુકાના નાગરિકો ની માંગ ત્રણ હતી, કે રોડ રસ્તામાં જે ખાડા પડી ગયા છે તેનું સમાર કામ કરવા મા આવે તેમજ ઈમરજન્સી ટેલીફોન બુથ સર્વિસ ચાલુ કરવા મા આવે ત્યારબાદ કરજણ તાલુકાના નાગરીકો ને ટોલ ટેક્સ ફ્રી કરવા મા આવે તે ત્રણ માંગ પુરી કરવામા આવે . જે ત્રણ માંગણી પુરી થતા કરજણના જાગૃત નાગરિકો દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી.
ઉમેશ ભાટીયા વડોદરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.