ધંધુકાના સામાજિક કાર્યકર્તાને RTI મુજબની માહિતી સમયમર્યાદા પછી આપતા અધિકારીઑને સમયમર્યાદામાં પ્રત્યુતર પાઠવા હુકમ કરાયો. - At This Time

ધંધુકાના સામાજિક કાર્યકર્તાને RTI મુજબની માહિતી સમયમર્યાદા પછી આપતા અધિકારીઑને સમયમર્યાદામાં પ્રત્યુતર પાઠવા હુકમ કરાયો.


ધંધુકાના સામાજિક કાર્યકર્તાને RTI મુજબની માહિતી સમયમર્યાદા પછી આપતા અધિકારીઑને સમયમર્યાદામાં પ્રત્યુતર પાઠવા હુકમ કરાયો.

ધંધૂકના સામાજિક કાર્યકર્તા દ્વારા એક RTI કરીને પોતાના કેસની માહિતી માંગવામાં આવી હતી જેના અનુસંધાને જાહેર માહિતી અધિકારીએ સમયમર્યાદા પછી 1 મહિનોને 6 દિવસ પછી માહિતી આપી હતી જ્યારે પ્રથમ અપીલ અધિકારી દ્વારા પ્રથમ સુનાવણીનો હુકમના કરવા બાબતે ગુજરાત રાજ્ય માહિતી આયોગે સમયમર્યાદામાં પ્રત્યુતરન આપવા બદલ બંને અધિકારીને ભવિષ્યમાં આવી ભૂલ ના કરવા તાકીદ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસરા ધંધુકા શહેર ખાતે રહેતા સંજયભાઈ જયંતિભાઈ ઝાલા રહે આંબેડકરનગર ધંધૂકા દ્વારા તારીખ 04/07/2022ના રોજ જાહેર માહિતી અધિકારી , ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે તેમના નાના ભાઈના ગુનાના સંદર્ભે કુલ ૭ મુદાઓની માહિતી માંગવામાં આવી હતી. જેની માહિતી જાહેર માહિતી અધિકારી દ્વારા તારીખ ૨૨/૦૯/૨૦૨૨ના રોજ પૂરી પાડવામાં આવી જ્યારે અરજદારે તારીખ ૧૩/૦૯/૨૦૨૨ના રોજ ગુજરાત આયોગ ખાતે બીજી અપીલ કરેલ હતી. આમ ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા બીજી અપીલની સૂનવાણી તારીખ ૦૯/૧૦/૨૦૨૩ના રોજ રાખવામા આવેલ હતી જે સમયે વિવાદી તથા બંને અધિકરીઓ હાજર રહેલ નહીં. આયોગ દ્વારા બીજી સુનાવણી તારીખ ૨૯/૧૧/૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્ય માહિતી અધિકારી ગાંધીનગર ખાતે રાખેલ હતી જેમાં વિવાદી તેમજ બંને અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ દલીલો સાંભળ્યા બાદ શ્રી વિરેન્દ્ર પંડ્યા , રાજ્ય માહિતી કમિશ્નર દ્વારા હુકમ કરતા જણાવ્યુ હતું કે જાહેર માહિતી અધિકારીએ અરજદાર સંજયભાઇની અરજીની તારીખથી સમયમર્યાદા બાદ ૧ માસ ને ૬ દિવસ વિલંબથી તત્કાલિન જાહેર માહિતી અધિકારીશ્રી કે પી જાડેજાએ પાઠવેલ હીવાનું જણાયું હતું જેથી માહિતી અધિકાર કલમ -૭ (૧) મુજબ નિયત સમયમાં માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો તેમજ ભવિષ્યમાં આ બાબતે કાળજી રાખવા જણાવ્યુ હતું.
જ્યારે પ્રથમ અપીલ અધિકારીશ્રી એ.એમ.પટેલએ પ્રથમ સુનાવણીનો કોઈ હુકમ કરેલો ન હોઇ, પ્રથમ અપીલ અંગે કલમ ૧૯(૬) હેઠળ નિયત કરવામાં આવેલા સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવાનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ ભવિષ્યમાં આ બાબતે કાળજી રખવા જણાવ્યુ હતું.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.