પંચમહાલ-ગોધરા થી શહેરા જતા હાઇવે માર્ગ પર પોપટપુરા પાસે પૂર ઝડપે આવતી ટ્રકના અડફેટે ગાયનું મોત - At This Time

પંચમહાલ-ગોધરા થી શહેરા જતા હાઇવે માર્ગ પર પોપટપુરા પાસે પૂર ઝડપે આવતી ટ્રકના અડફેટે ગાયનું મોત


ગોધરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ગોધરા થી શહેરા જતા હાઇવે માર્ગ પર પોપટપુરા ખોડીયાર માતાના મંદિર પાસે આજરોજ પૂર ઝડપે આવતી ટ્રકના અડફેટમાં એક ગાયનું દર્દનાક મોત નિપજયુ હતું. બોમ્બે દિલ્હી ધોરીમાર્ગના રસ્તાની કામગીરીઓ ચાલુ છે જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા આવ્યા છે છતાં પણ તંત્રના પેટમાંથી પાણી હલતું નથી.અને સદર જગ્યાએ મંદિર, પ્રાથમિક સ્કૂલ તથા ગ્રામજનો તેમજ હાઇવે પર મોટા વાહનોની અવરજવર ચાલુ રહેતી હોય છે જે સંજોગોમાં આ રોડ ઉપર કોઈ બમ્પ કે કે કોઈ એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ નથી જેના હિસાબે અવાર-નવાર નાના મોટા અકસ્માતો થતા આવ્યા છે જોઈએ આવા અકસ્માતો થી બચવા માટેની સુવિધાઓ માટે તંત્ર કોઈ કામગીરી કરે તેવી નગરજનોની માંગ છે

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image