વિરપુર તાલુકાના ત્રણ જેટલા ગામોમાં લો વોલ્ટેજની સમસ્યા દૂર થતાં પ્રજામાં આનંદ… - At This Time

વિરપુર તાલુકાના ત્રણ જેટલા ગામોમાં લો વોલ્ટેજની સમસ્યા દૂર થતાં પ્રજામાં આનંદ…


વિરપુર એમ.જી વી.સી.એલ ના કર્મીઓએ સફળ કામગારી બજાવી...

વિરપુર તાલુકાના ત્રણ જેટલા ગામોમાં લો વોલ્ટેજની કાયમી સમસ્યા ઉકેલતા ગામમાં આનંદની લહેર જોવા મળી હતી વિરપુર તાલુકાના આસપુર, આલેલા,ગુદેલા ગામોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ ઓછા વોલ્ટેજની સમસ્યા હતી જેના કારણે વીજઉકરણો જેવા કે પાણીની મોટરો તથા અન્ય વીજઉકરણો ઉપડતાં ન હતા અથવા તો ઉપકરણોને નુકસાન થતું હતું તે અંગે આસપુર ગામના સંજયભાઈ પટેલ , રાકેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ સહિતના આગેવાનો દ્રારા વિરપુર એમ.જી.વી.સી.એલ કચેરીમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી આખરે કચેરીના નાયબ ઈજનેર બી કે પટેલ સહિતના સ્ટાફે ઓછા સમયમાં વોલ્ટેજની સમસ્યા કાયમી અને ઝડપી ઉકેલ લાવવા માટે ઉપલા વીજ વિભાગ અપીલ કરી હતી ત્રણ જેટલા ગામોમાં લાઇન તથા વિસ્તાર સર્વે કરી અને જાત માહિતી મેળવી લો વોલ્ટેજ નો કાયમી હાલ શોધી કાઢ્યો હતો અને સાધકપુર ૬૬ કેવી સબ સ્ટેશનમાંથી ગુજરાત સરકારની એસ.કે.જી.વાય યોજના અંતર્ગત ૧૮ લાખના જંગી ખર્ચ કરીને નવીન ખેતીવાડી વિજ ફીડર આલેલા એજી નીકાળી ફીડરને વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું જેથી લો-વોલ્ટેજની કાયમી સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો જેનાથી ગામમાં તમામ વિસ્તારમાં પૂરતા વોલ્ટેજ મળતાં આનંદની લહેર ફેલાયેલી જોવા મળી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.