આજે શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ ધરોહર દિવસ, જાણો ઈતિહાસ અને આ વર્ષની થીમ
આજે શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ ધરોહર દિવસ, જાણો ઈતિહાસ અને આ વર્ષની થીમ
તમામ દેશોના ઇતિહાસ તેમની સંસ્કૃતિ અને કલાના પૂરાવાને જીવીત રાખનારા આ સ્થળોને ધરોહર કે વારસો કહે છે અને તેમના સંરક્ષણ અને જાળવણી માટે વિશ્વ ધરોહર દિવસ મનાવવામાં આવે છે , જેને વર્લ્ડ હેરિટેજ ડે નામથી ઓળખવામાં આવે છે
વર્લ્ડ હેરિટેજ દિવસ નો ઇતિહાસ.
1968 માં પ્રથમ વખત, એક આંતરરાષ્ટ્રીય સંગઠને વિશ્વની તમામ પ્રખ્યાત ઇમારતો અને કુદરતી સ્થળોના રક્ષણનો પ્રસ્તાવ મૂક્યો, જેને સ્ટોકહોમમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો. પાછળથી જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના થઈ, ત્યારે ૧૮ એપ્રિલ ૧૯૭૮ ના રોજ વિશ્વ સ્મારક દિવસની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ વિશ્વ સ્મારકોની યાદીમાં ફક્ત ૧૨ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો.
વર્લ્ડ હેરિટેજ ડે 2025 ની થીમ
દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે એક ખાસ થીમ હોય છે. વર્ષ 2024 માં વિશ્વ વારસા દિવસની થીમ વિવિધતાની શોધ અને અનુભવ હતી . આ વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે 2025 ની થીમ છે. આપત્તિઓ અને સંઘર્ષોથી જોખમમાં મુકાયેલી ધરોહરોઃ ICOMOSની 60 વર્ષોની કાર્યવાહીઓથી તૈયારી અને શીખ
૧૮ એપ્રિલ ૧૯૮૨ના રોજ અંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ પરિષદે સૌપ્રથમ ટ્યુનિશિયામાં વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરી. એક વર્ષ પછી, નવેમ્બર 1983માં, યુનેસ્કોએ મેમોરિયલ ડેને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની મંજૂરી આપી. ત્યારથી, દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવાનું શરૂ થયું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
