વિસાવદર ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન સંપન્ન. - At This Time

વિસાવદર ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન સંપન્ન.


વિસાવદર ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન સંપન્ન.
સરકારી પ્રાથમિક શાળાઓનાં ૧૦૦ બાળ વૈજ્ઞાનિક દ્વારા ૫૦ કૃતિઓ રજુ કરાઈ.
વિસાવદર : તાજેતરમાં સરકારી હાઈસ્કૂલ વિસાવદર ખાતે જી. સી. ઈ. આર. ટી ગાંધીનગર પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર વિસાવદર તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી વિસાવદર દ્વારા આયોજિત વિસાવદર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નું બાળ વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન બ્લોક રિસોર્સ સેન્ટર વિસાવદર ના વડા બી. બી. વાધમશી તેમજ સમગ્ર બી. આર. સી ટીમના આયોજન તેમજ માર્ગદર્શન હેઠળ યોજાય ગયું. જેમાં તાલુકાની જુદીજુદી સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૧૦૦ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શનના કુલ ૫ વિભાગમાં જુદા જુદા વૈજ્ઞાનિક અભિગમ સાથે ૫૦ કૃતિઓ રજુ કરવામાં આવેલ.આયોજકો દ્વારા દરેક બાળ વૈજ્ઞાનિકોને જુદાં જુદાં દાતાશ્રીઓ ના સહયોગથી સ્કૂલબેગ તેમજ શૈક્ષણિક સાધન સામગ્રી સહિતની રૂપિયા ૫૫૦ ની કિમંત ની શૈક્ષણિક કીટ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.પ્રદર્શન દરમિયાન જુનાગઢ જિલ્લા પંચાયત સદસ્યો વિપુલભાઈ કાવાણી, ચંદ્રિકાબેન વાડદોરીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા, તા. પ્રા. શિક્ષણાધિકારી ભુપતભાઈ નળિયાપરા, કે. નિ ગોપાલભાઈ સાવલીયા, વિસાવદર લાયન્સ કલબના પ્રેસિડેન્ટ રમણીકભાઈ ગોહેલ, આનંદધારા ગ્રામ્ય માંગલ્ય ચાપરડા કાળુભાઈ વેગડા,,વિસાવદર આર. સી. સી ના પૂર્વ પ્રેસિડેન્ટ કૌશિકપુરી ગૌસ્વામી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેલ. પ્રદર્શન ને સફળ બનાવવા વિસાવદર બી. આર. સી. પરિવાર તેમજ વિસાવદર સરકારી હાઈસ્કૂલ શાળા પરિવારે ખાસ જહેમત ઉઠાવેલ. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.