મેઘરજના ભીખાજીના સમર્થકો હિંમતનગર પહોંચ્યા:પોસ્ટ કાર્ડ લખી વિરોધ પ્રદર્શન કર્યું, જિલ્લા પ્રમુખે કહ્યું- 'તમારી લાગણી પ્રદેશમાં પહોંચાડીશું' - At This Time

મેઘરજના ભીખાજીના સમર્થકો હિંમતનગર પહોંચ્યા:પોસ્ટ કાર્ડ લખી વિરોધ પ્રદર્શન કર્યું, જિલ્લા પ્રમુખે કહ્યું- ‘તમારી લાગણી પ્રદેશમાં પહોંચાડીશું’


હિંમતનગરમાં આજે જિલ્લા ભાજપ કાર્યાલય પર મેઘરજના ભીખાજીના સમર્થકો ઇકોમાં આવી પહોંચ્યા હતા અને ભીખાજીને ટિકિટ આપવાની વાત કરી હતી. ભાજપનો ખેસ સાથે કાર્યકરો અને સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ વિરોધ દર્શાવી ચૂકેલા કાર્યકરો અને સમર્થકો ફરી કાર્યાલય પહોંચી વિરોધ કર્યા બાદ લખેલા પોસ્ટ કાર્ડ આપી વિરોધ પ્રદર્શન કર્યા બાદ જિલ્લા પ્રમુખે લાગણી પહોંચાડવાની વાત કરતા સાંભળ્યા બાદ વિખેરાઈ ગયા હતા. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મંગળવારે

અરવલ્લી જિલ્લાના ભીખાજીના સમર્થકો વાહનોમાં આવી પહોંચ્યા હતા. ત્યારે અગાઉ

વિરોધ કરી ચૂકેલા કાર્યકરો સાથે જોડાયા હતા અને વિરોધ કરીને ભીખાજીને ટિકિટ

apollo

આપવાની માગ કરી હતી. ત્યારબાદ એકઠાં થયેલા સમર્થકોએ કોથળામાંથી એક એક ખેસ લઈને ધારણ કરીને કાર્યકર્તા બની ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું. ત્રણ કલાક જેટલા સમય સુધી ટોળું એકઠું થયું હતું અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. બીજી તરફ કાર્યકર્તાઓએ પોસ્ટ કાર્ડ લખવાના શરૂ કર્યા હતા. જેમાં 'આયાતી ઉમેદવાર બદલો ભાજપ જીતાડો' લી.ભાજપ કાર્યકર્તા જે કાર્યાલયમાં આપ્યા હતા. મેઘરજથી આવેલા સમર્થકો કહેતા હતા કે ભીખાજીને ટિકિટ માગવા માટે આવ્યા છીએ. જેને લઈને ત્રણ કલાકથી વધુ સમય અરવલ્લી અને સ્થાનિક સાથે મળી વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કર્યા બાદ જિલ્લા પ્રમુખે બહાર આવી સૌને કહ્યું હતું કે તમારી લાગણી પ્રદેશમાં પહોચાડીશું. ત્યારબાદ પરત કાર્યાલયમાં જતા રહ્યા હતા. જેથી અરવલ્લીથી વાહનોમાં આવેલું ટોળું એક પછી એક વાહનમાં બેસીને રવાના થયું હતું. તો ભાજપ કાર્યાલય ખાલી ખમ થઇ ગયું હતું.

પોલીસનો ખડકલો જોવા મળ્યો હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર ભીખાજીને ટિકિટ આપવાની માંગણીને લઈને વિરોધ પ્રદર્શનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને બી ડીવીઝન ઉપરાંત એલસીબી, એસઓજી સહિત પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. એમ્બુલન્સ ફસાઈ

હિંમતનગરથી ઇડર સ્ટેટ હાઈવે નં. 55 પર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અરવલ્લી અને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન માટે એકઠાં થયા હતા. જેને લઈને ટોળું રોડ પર આવી ગયું હતું. જેથી રોડ પર અવર જવર કરતા વાહનોનો ટ્રાફિક થઇ ગયો હતો. જેને લઈને આ ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી અને સાઈરન મારતી હતી. દરમિયાન પોલીસ કર્મીએ પહોંચીને ટ્રાફિકમાંથી બહાર કાઢી હતી. હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલયમાં વિરોધ પ્રદર્શન માટે આવેલ સમર્થકોના વાહનોની લાંબી કતાર હિંમતનગરથી ઇડર તરફ જવાના રોડ સાઈડે જોવા મળી હતી. જેને લઈને સ્ટેટ હાઈવે પર વાહનોની અવર જવર પર અસર જોવા મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.