પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવેલુ ટોલનાકુ દૂર ખસેડો
પૂર્વ કેબિનેટમંત્રીએ સાંસદ અને હાઈવે ઓથોરીટીને કરી રજૂઆતઃ મહાનગરપાલિકાની હદમાં ટોલગેટ હોવો જોઈએ નહીં તેવી કરી દલીલ
પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવેલુ ટોલનાકુ દૂર ખસેડો તે પ્રકારની રજૂઆત પૂર્વ કેબિનેટમંત્રીએ કરી છે. પૂર્વ કેબિનેટમંત્રી અને પોરબંદરના પૂર્વધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ સાંસદ ડો. મનસુખ માંડવીયા સહિત હાઇવે ઓથોરીટીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે ઉપરોકત વિષયે લખવાનું કે, રાજ્યસરકારના તા.૧-૧-૨૦૨૫ના નોટીફિકેશનથી પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. આ રીતે નવી અસ્તિત્વમાં આવેલ મહાનગરપાલિકામાં રાણાવાવ તાલુકાના વનાણા અને દિગ્વિજયગઢ તથા પોરબંદર તાલુકાના રતનપર અને ઝાવર ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આથી હવે વનાણા ખાતે આવેલ ટોલ ગેટ પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવી જાય છે. નિયમોનુસાર મહાનગરપાલિકાની હદમાં કોઇપણ સ્થળે ટોલગેટના હોવો જોઇએ. જે ધ્યાને લઈ, પોરબંદર મહાનગરપાલિકાની હદમાં વનાણા ખાતે આવેલ ‘ટોલગેટ' તાત્કાલિક અસરથી પોરબંદર મહાનગરપાલિકાની હદ બહાર કોઈપણ સ્થળે ખસેડાય તે માટે આપની કક્ષાએથી સત્વરે નિયમોનુસાર કાર્યવાહી કરાવવા આપને ભલામણ છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
