પૂર્વ કેબિનેટ મંત્રી અને પોરબંદર ના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાનો આજે જન્મ દિવસ
ગોસા(ઘેડ) :૧૨/૦૩/૨૦૨૫
પોરબંદર ના વિકાસ જેમનો સિંહ ફાળો રહ્યો તેવા પોરબંદર ના વિકાસ ના સ્વપ્ન દ્રષ્ટા પોરબંદર ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજય ના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા ના આજે જન્મ દિવસે તેઓના ઉપર અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે
ગુજરાત રાજય માં સ્વ. કેશુભાઈ પટેલની સરકારમાં ૧૯૯૫ માં પોરબંદર ની ધારાસભ્ય ની બેઠક ઉપર વિજયી બન્યા હતાં. અને તે વખતે પોરબંદરનો લાયાપલટ કરી વિકાસના કામો કરવા માં મહત્વનું યોગદાન રહ્યું હતું. ત્યાર બાદ ૨૦૦૨ સુધીમાં ભાજપાના સાશનમાં ધારાસભ્ય તરીકે બાબુભાઈ બોખીરીયાના નેતૃત્વ હેઠળ પોરબંદર ના અનેક વિકાસમાં ધ્વાર ખુલ્યા હતાં. વિકાસના કામોની વણઝાર ચાલુ થઈ કામો ધમધમી ઉઠ્યા હતા.
પોરબંદર ના વિકાસ માટે ફરી બાબુભાઈ ને ધારાસભ્ય તરીકે પોરબંદર ની પ્રજા એ ૨૦૧૨ માં ફરી ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવ્યા હતાં. અને તે વખતના ગુજરાત ના નાથ અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ખુબજ મહત્વ ના ગણાય તેવા ૭-૭ ખાતા ની જવાબદારી તે વખતે સોંપવામાં આવી હતી.અને પોરબંદર ના અનેકવિધ વિકાસમાં કામો પ્રજવલી ઉઠ્યા હતાં.
ત્યારે પોરબંદર ના વિકાસના સ્વપ્ન દ્રષ્ટા બાબુભાઈ બોખીરીયા ના આજે ૧૨ માર્ચ ના જન્મ દિવસ નિમિતે પોરબંદર જિલ્લાભરમાં થી તેઓને જન્મ દિવસની શુભેચ્છાઓનો વરસાદ તેમના ઉપર થઈ રહ્યો છે. ત્યારે ગોસા(ઘેડ)ના રિપોર્ટર વિરમભાઈ કે. આગઠ તેમજ "એટ ધીસ ટાઈમ ન્યુઝ" પરિવાર તરફથી જન્મ દિવસની અનેકાનેક શુભેચ્છાકામના પાઠવે છે.
રિપોર્ટ :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
