ગુજરાત પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા, ગુજરાત પત્રકાર મિલન સમારંભ યોજાયો. - At This Time

ગુજરાત પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા, ગુજરાત પત્રકાર મિલન સમારંભ યોજાયો.


ગુજરાત પત્રકાર સંઘ ની વાર્ષિક સામાન્ય સભા તથા પત્રકાર મિલન સમારોહ તારીખ ૨૫ નવેમ્બર ૨૦૨૩ ને શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન, ભદ્ર લાલ દરવાજા
અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો, આ સામાન્ય સભાના અને મિલન સમારોહ કાર્યક્રમમાં એજન્ડા પ્રમાણે ગત વર્ષ ના વાર્ષિક હિસાબો ને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા,

ગુજરાત જર્નલ ના મુખપત્ર અને ગુજરાત જર્નાલિસ્ટ યુનિયન ના સંગઠન ને મજબૂત કરી વધુમાં વધુ પત્રકારો જોડાય તે માટે દરેક જિલ્લા ક્ષેત્રે સંગઠનોના અધિકારીઓ ની નિમણુંક કરવામાં આવી હતી,

સભા સમારોહના મુખ્ય મહેમાન તરીકે ડૉ.જીવરાજ મહેતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના CEO ડોક્ટર મનીષ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા તથા અતિથી વિશેષ પૂર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રી નટુભાઈ પરમાર લેખક સાહિત્યકાર તથા પૂર્વ કલેકટર પ્રવીણભાઇ ગઢવી તથા ગુજરાત જર્નાલિસ્ટ વેલ્ફર ટ્રસ્ટના ચેરમેન યશવંત મહેતા તથા ગુજરાત પત્રકાર સંઘના ઉપપ્રમુખ જગદીશ ભાઈ બ્રહ્મભટ્ટ ,ડૉ નિખિલભાઇ શાહ,બેંક ઓફ ઇન્ડિયાના વિનોદભાઈ દીક્ષિત તથા ગુજરાત પત્રકાર સંઘ- આઈ.જે .યુ ટ્રેઝરર વિજય મહેતા સહિત અનેક પત્રકારો હાજર રહ્યા હતા ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બાબુભાઈ.આર.પ્રજાપતિ એ સભા સમારોહમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો તથા પત્રકારો ને નવા વર્ષ ના અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી,

બાબુભાઈ.આર.પ્રજાપતિ એ કાર્યક્રમમાં ગુજરાત પત્રકાર સંઘનો ૬૦ વર્ષનો ઇતિહાસ તથા મહિમા અને કામગીરી બિરદાવી હતી, ગુજરાત પત્રકાર સંઘના મહામંત્રી નટવરલાલ ભટ્ટે સમારોહનું સંચાલન કર્યું હતું, પ્રવચનમાં યશવંત મહેતાએ કલિયુગમાં સંગઠન શક્તિ નો મહિમા વર્ણવ્યો હતો,

ગુજરાત પત્રકાર સંઘના કાર્યાલય મંત્રી જગદીશ મેવા, મુકેશ રાજપૂત, વિનય પંડ્યા, નરેશ શાહ, રમણભાઈ પ્રજાપતિ, પરેશ મહેતા વગેરેએ સમારોહ સભા કાર્યક્રમ માટે એક સપ્તાહ અગાઉથી મહેનત કરી હતી,

કાર્યક્રમ ના અંતે સૌ ઉપસ્થિત મહાનુભાવો તથા પત્રકાર ભાઈ બહેનોએ ઉત્સાહ સાથે આલ્પાહાર લઈ ફરી એક વાર ચોથા સ્તંભ ની ગરીમા સાચવવા સાથે વધારે ઉત્સાહથી સચોટ કામગીરી કરી ફરી આવતા વર્ષે મળવાના વાયદા સાથે વિદાય લીધી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.