જસદણ નગરપાલિકાની ચૂંટણીનું કાલે પરિણામ છે પણ ઉમેદવારો કોઈ છાતી ઠોકીને કહેતા નથી કે અમે જીતશું - At This Time

જસદણ નગરપાલિકાની ચૂંટણીનું કાલે પરિણામ છે પણ ઉમેદવારો કોઈ છાતી ઠોકીને કહેતા નથી કે અમે જીતશું


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે પુર્ણ થઈ ગઈ છે 64 ઉમેદવારોનું ભાવિ હાલમાં ઈવીએમમાં કેદ છે. કાલે મંગળવારે સવારે ખુલવાનું છે પણ કોઈ ઉમેદવાર છાતી ઠોકીને કહી શકતું નથી કે જીત અમારી છે. કારણ કે દરેક વૉર્ડમાં પેનલને બદલે ક્રોસ વોટિંગ મોટા પ્રમાણમાં થયું હોવાનું ચર્ચાય છે. સામાન્ય રીતે જસદણ પંથકમાં કોઈપણ ચૂંટણી હોય ત્યારે જીત પહેલાં સોશ્યલ મીડિયામાં લોકોને મીઠાઈ ખવડાવતા હોય એવાં ફોટો પણ ભુતકાળમાં અનેક શેર થયાં છે. ત્યારે આ ચુંટણીમાં 64 ઉમેદવારોનું ભાવિ કાલે ખુલવાનું હોવાં છતાં પણ કોઈ ઉમેદવારો પોતે જીતશે એવો દાવો પણ કર્યો નથી. હા આ અંગે મતદારોનો આભાર વ્યક્ત કર્યો એવી ઘણી પોષ્ટ વાયરલ છે ત્યારે કાલે જસદણમાં 28 ઉમેદવારો જીતશે પછી પ્રમુખ કોણ બનશે ઍવી ચર્ચા ચાલશે આમ જસદણ નગરપાલિકાનું વાતાવરણ છેલ્લાં 15 દિવસથી ગરમ હતું અને હજું અઠવાડીયા સુધી ગરમ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image