દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલયમાં કેળવણી મંડળ દ્વારા વય નિવૃત્ત થનાર કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો - At This Time

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલયમાં કેળવણી મંડળ દ્વારા વય નિવૃત્ત થનાર કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો


દાંતા કેળવણી મંડળ, દાંતા દ્વારા સંચાલિત સર ભવાનીસિંહ વિદ્યાલય માં ધોરણ 9 થી 12 ના કુલ ૧૪ વર્ગો માં 700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તથા 25 જેટલા શિક્ષકો, અને 2 સેવકભાઈઓ સેવા આપી રહ્યા છે. સર ભવાનીસિંહ વિદ્યાલયમાં દાંતા તાલુકાની શાળા કક્ષાએ સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી આવેલી છે આ લાઇબ્રેરીનો ભરપૂર લાભ શાળાના વિદ્યાર્થીઓ લે તે માટે શાળાના ગ્રંથપાલ શ્રી કે એન પટેલ સાહેબે ખૂબ જ સરાહનીય પ્રયત્નો કર્યા હતા તેઓશ્રી એ 1981 થી 2020 સુધી આ શાળામાં સેવા આપી છે.
સર ભવાનીસિંહ વિદ્યાલયમાં 1992 થી કોમર્સ પ્રવાહનું પણ શિક્ષણ કાર્ય ચાલે છે. કોમર્સ વિભાગમાં શ્રી સી બી રાવલ સાહેબ 1992 થી દાંતા તાલુકાના હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે અને તેમના ભણાવેલા કેટલા વિદ્યાર્થીઓ હાલ સારી સારી પોસ્ટ પર પોતાની ફરજ અદા કરી રહ્યા છે. તેઓશ્રી 1992 માં શાળામાં જોડાયા હતા અને 31 5 2023 ના રોજ વય નિવૃત્ત થઈ રહ્યા છે. ઈસબભાઈ રાજપુરા સાહેબ કિસાન હાઇસ્કુલ, મુમનવાસ મુકામેથી સર પ્લસ થઈને સર ભવાનીસિંહ વિદ્યાલયમાં 2016 થી 2021 સુધી વહીવટીય સેવાઓ આપી છે આ ત્રણેય મહાનુભાવોનું તારીખ 27 ફેબ્રુઆરી સોમવારના રોજ દાંતા સ્ટેટના મહારાજકુંવર સાહેબના હસ્તે ફૂલહાર પહેરાવી, સાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે શાળા થકી આ ત્રણે મહાનુભાવોને પોતાના સમાજમાં અને ગામમાં જે માન સન્માન મળ્યું છે તેનું ઋણ અદા કરવા માટે શ્રી કે એન પટેલ સાહેબે ₹51000 નો ચેક અને શ્રી સી બી રાવલ સાહેબે ₹51,000 નો ચેક દાંતા કેળવણી મંડળ દાંતાના પ્રમુખશ્રી નેક નામદાર મહારાણા સાહેબને અર્પણ કર્યો હતો અને સાથે સાથે ઈસબભાઈ રાજપુરા સાહેબે પણ ₹5,100 નું રોકડ દાન કર્યું હતું. શ્રી સી બી રાવલ સાહેબ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતાના વિદ્યાર્થી હતા અને એજ શાળામાં શિક્ષક તરીકે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સુપરવાઇઝર તરીકે સેવાઓ આપી છે. શ્રી સી બી રાવલ સાહેબે પોતાના વિદાય પ્રસંગે ભાવુક પ્રવચન આપ્યું હતું. તેમને પોતાના વિદ્યાર્થીકાળથી શરૂ કરી આજ દિન સુધીની તેમના જીવનને પ્રેરણા આપનારી તમામ બાબતોને વાગોળતાં પોતે ભાવુક બની ગયા હતા. તેમણે પોતાની ઉત્તમ કારકિર્દી બનાવનારા અને જીવન જીવવાના પાઠ શીખવનાર, ગુરુજીઓ ને પણ આજના પ્રસંગે યાદ કર્યા હતા. છેલ્લે શાળાના આચાર્યશ્રી અને સુપરવાઇઝરશ્રી અને તમામ સ્ટાફ મિત્રોએ આ ત્રણેય મહાનુભાવોનો નિવૃત્ત જીવન સુખમય શાંતિપૂર્ણ અને તંદુરસ્ત વાતાવરણમાં પસાર થાય તેવા સુભાષિશ પાઠવ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.