બાલાસિનોર લુટ વિથ મડેર કેસ આરોપી લુટેલાં નાણાં પૈકી 65 લાખ બેન્કમાં મુકવા ગયો હતો - At This Time

બાલાસિનોર લુટ વિથ મડેર કેસ આરોપી લુટેલાં નાણાં પૈકી 65 લાખ બેન્કમાં મુકવા ગયો હતો


સંતરામપુર પંથકમાં બેંક મેનેજર વિશાલ પાટીલની માથામાં ગોળી મારીને હત્યા કરીને ૧.૧૭ કરોડ રૂપિયાની લૂંટના બનાવવામાં ઝડપાયેલા બેવફા મિત્ર હર્ષિલ પટેલ પાસેથી વધુ વિગતો મેળવવા પોલીસે ૧૨ દિવસના રિમાન્ડની માંગ કરતા સંતરામપુર અદાલત દ્વારા ૭ દિવસોના પોલીસ રિમાન્ડ મંજૂર કરતો આદેશ ફરમાવ્યો હતો. મહત્વનું છે કે હત્યારો હર્ષિલ પૈસા લૂંટ્યા બાદ 65 લાખ બેન્કમાં મુકવા પણ ગયો હતો. જો કે બેન્કનું કામકાજ બંધ થઈ જતાં સંબંધીને પહોંચાડ્યા હતા.

ચક્ચાર ભર્યા લૂંટ વિથ મર્ડર ના ગુનો બન્યો આ પૂર્વે બાલાસિનોર આઈ.સી.આઈ.સી.બેંક ના મેનેજર વિશાલ પાટીલ અને હર્ષિલ પટેલ
આ બંન્ને મિત્રોએ દાહોદ બ્રાન્ચમાં ૧.૧૭ કરોડ રૂપિયા જમા કરાવવાના બદલે મંગળવારની બપોરથી લઈને રાત્રિના ૭.૩૦ કલાક સુધી મેનેજરની ક્રેટા ગાડી લઈને ગોઠીબ થી મોરા સુધીની સફરો ખેડીને સંતરામપુર બાયપાસ રોડ ની એક હોટલમાં સાથે જમ્યા અને અંદાઝે ૭.૨૦ કલાકે મેનેજર વિશાલ પાટીલે પત્ની અને બેંક સત્તાધીશો સાથે બસ હું આવી રહ્યો છું ને છેલ્લી વાતચીત બાદ બેવફા મિત્ર હર્ષિલ પટેલે બેંક મેનેજર વિશાલ પાટીલ ની ગોળી મારી હત્યા કરીને ૧.૧૭ કરોડ રૂપિયાના લૂંટ વિથ મર્ડર ના ગુનાને અંજામ આપ્યા બાદ ગોધર ખાતે બિનવારસી મૂકેલી ક્રેટા કાર મુશ્કેલીઓ અને આશંકાઓ ઊભી કરે એ પહેલા આપણે પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની ગુનાહિત મોડસ ઓપરેન્ડીજ હર્ષિલ પટેલ માટે ભારે પડી અને અગન જ્વાળાની જાળથી સળગેલા માથા અને દાઢીના વાળ જોઈને ઘટના સ્થળે પહોંચેલા સંતરામપુર પી.આઇ.કે.કે.ડીડોર હર્ષિલ પટેલની
શંકાસ્પદ વાર્તાઓ વચ્ચે થાર ગાડી સાથે હર્ષિલ ને શંકમદ તરીકે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.

જો કે આ લૂંટ વિથ મર્ડર ના ઘટનાક્રમ પૂર્વે ૧.૧૭ કરોડ રૂપિયાની કેસ સાથે આવેલા બેંક મેનેજર મિત્ર વિશાલ પાટીલની ક્રેટા કારમાં હર્ષિલ પોતાની બાઇક ગોધર પાસે મૂકીને કારમાં બેસીને સૌ-પ્રથમ પોતાના વતનમાં ગોઠીબ ગયા અને મંગળવારના રોજ અંદાઝે ચાર કલાકના અરસામાં હર્ષિલ ૬૫ લાખ રૂપિયાની માતબર રકમ પોતાના બેંક ખાતામાં ભરવા ગયો પરંતુ નાણાંકીય કામકાજ બંધ થઈ જતા કોઈકના મારફતે આ નાણાં અન્ય સ્વજનોના ઘરે પહોંચાડ્યા બાદ શરૂ થયેલ આ બંન્ને મિત્રોની ક્રેટા ગાડીની શરૂ થયેલ સફરમાં મંગળવારની અંધારી રાત્રિના ૭.૩૦ કલાક બાદ અચાનક લૂંટ વિથ મર્ડરના ગુનામાં ફેરવાઈ ગઈ હોવાની સિલસિલાબદ્ધ હકીકતો બહાર આવી છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.