વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા વસંત પ્રભા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાઈ ગયો - At This Time

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા વસંત પ્રભા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાઈ ગયો


વડનગર

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત કિડની ના દર્દીઓ ની સેવા અર્થ સ્વ રણછોડ ભાઈ જીવન ભાઈ સોલંકી ની
ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન શિબિર કેમ્પ નું
વસંત પ્રભા હોસ્પિટલ ખાતે આયોજન કરવા માં આવ્યું
જેમાં પોલીસ કર્મચારી સહિત આજુ બાજુ ના ગામ ના લોકો એ ખૂબ મોટી સંખ્યા માં બ્લડ ડોનેટ કર્યું હતું

આ પ્રસંગે મહિલા ઓ એ પણ રક્તદાન કરી ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું.

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન PI વાણિયા ના પુરા પરિવારે પણ રક્તદાન કર્યું જેમ pi વાણિયા એ ૧૨ મી વખત રક્તદાન કર્યું અને તેમના દીકરા અમન વાણિયા એ ૪ થી વખત બ્લડ ડોનેટ કર્યું તેમજ PI વાણિયા ના ધર્મ પત્ની સ્મિતા બેને પણ ૧૦ મી વખત બ્લડ ડોનેટ કરી એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું

આવીજ રીતે PI વાણિયા ના માર્ગદર્શન નીચે 6 વખત થી બ્લડ કેમ્પ નું આયોજન કરવા માં આવે છે
રક્તદાન કરનાર દાતા ઓ ને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. હેલ્મેટ ઇન્ડિયન મેડિકલ
એસોસિએશન તરફ થી રક્તદાતા ઓ ને પ્રોત્સાહન રુપિ ભેટ સ્વરૂપે આપવા માં આવ્યું હતું

અંદાજે .૧૦૦ બોટલ લોહી
એકત્ર કરવા માં આવ્યું

જે પણ એક ઉદાહરણ બનવા પામ્યું હતું કારણ કે હેલ્મેટ પહેરી ને વાહન નિયમો નું પણ પાલન થયી શકે
ikdrc સિવિલ હોસ્પિટલ અમદાવાદ ટીમ ખડે પગે રહી સેવા કેમ્પ ના આયોજન માં સહભાગી બની હતી
આ પ્રંસગે વસંત પ્રભા હોસ્પિટલ Dr ધવલ માંડલિક . DR. કિસ્તી ઠક્કર સહિત હોસ્પિટલ સ્ટાફ પણ સેવા કાર્ય માં જોડાયો હતો

આ પ્રસંગે પીઆઇ વાણીયા એ રક્તદાતાઓ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

રિપોર્ટ -જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image