દહેગામ તાલુકાની સર્વોદય વિદ્યાવિહાર હરખજી ના મુવાડા દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સિટી લવાડ ખાતે મિશન કર્મયોગી અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

દહેગામ તાલુકાની સર્વોદય વિદ્યાવિહાર હરખજી ના મુવાડા દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સિટી લવાડ ખાતે મિશન કર્મયોગી અંતર્ગત કાર્યક્રમ યોજાયો


*તાજેતરમાં દહેગામ તાલુકાની સર્વોદય વિદ્યાવિહાર હરખજીના મુવાડા,લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મિશન કર્મયોગી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.*

તાજેતરમાં દહેગામ તાલુકાની સર્વોદય વિદ્યાવિહાર હરખજીના મુવાડા,લવાડ ખાતે કાર્યક્રમ યોજાયો તેમાં પોલીસ આપનો મિત્ર છે. પોલીસથી કોઈએ ડરવું ન જોઈએ તેમજ મહિલાઓને સુરક્ષા માટે જે પણ ટોલ ફ્રી નંબરો આપેલા છે તેની સમજ બાળકોને આપી હતી.જેમ કે મહિલાઓ કે દીકરીઓ ઉપર થતા અત્યાચારને રોકવા માટે લોકો પોલીસથી ડરી સ્ત્રીઓનું શોષણ કરતા હોય છે.અને અત્યારના સમયની અંદર ઓનલાઇન ફ્રોડ થઈ રહ્યા છે અને બ્લેકમેલ પણ લોકો કરી પૈસા પડાવી રહ્યા છે તો તેની બાળકોને સમજ આપવામાં આવી.
જેમાં લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના મિશન કર્મયોગી અંતર્ગત ઉત્તર પ્રદેશના પોલીસ કર્મી ઓફિસિયલ શ્રી સુનિલ સન્નીજી ને પોતાનું પ્રવચન આપી બાળકોને સમજણ આપી હતી કે પોલીસ થી ડરવું ન જોઈએ અને એક્ચ્યુલી પોલીસ નું કામ શું છે. અને કોમ્યુનિટી પોલીસ શું છે. તેની સમજ બાળકોને આપી હતી પછી ધોરણ 12 પછી પોલીસની ભરતીમાં કેવી રીતે જવાય તેની સમજ પણ સુનિલ સન્નીજીએ આપી હતી.
આ કાર્યક્રમમાં આચાર્ય સાહેબશ્રી એ સર્વ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનો તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી સૌનો હાઈસ્કૂલ વતી આભાર વ્યક્ત કર્યો હતો.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.