જેતપુરનાં પીઠડીયા ટોલટેક્સ વધારો પાછો ખેંચાયો
જેતપુર પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા દ્રારા લોકલ વાહન ચાલકો પાસે લેસામે ચેમ્બર ઓફો કોમર્સ અને ડાઈંગ એસોસિએશનની રજૂઆત અને અખબારી અહેવાલના પગલે ટોલ પ્લાઝાએ ભાવ વધારો પાછો ખેંચવો પડયો છે.જેતપુરથી પાંચ કિમી દૂર આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે જેતપુર ડાઈંગ એસોસિએશન, ચેમ્બર્સ ઓફ કોમર્સ અને રાજકીય પક્ષો સાથે થયેલ સમજૂતી મુજબ જેતપુર તાલુકાના વાહન ચાલકોને લોકલ વાહન ગણી તેઓની પાસેથી આજીવન પાંચ પિયા ટોલ ચાર્જ વસુલવાનો હતો
પરંતુ ટોલ પ્લાઝા દ્રારા મનસૂફી પાંચ પિયાથી વધારી ટોલ ચાર્જ દસ પિયા કર્યેા અને હવે દોઢ ગણો ભાવ વધારો ૨૫ પિયા કરી નાંખ્યો હતો. જેતપુરના વાહન ચાલકો સાથે થતા આ અન્યાય અંગે અખબારી અહેવાલો અને આ વિશે ડાઈંગ એસો. અને ચેમ્બર્સ ટોલ પ્લાઝાએ જઈ ભાવ વધારો પાછો ખેંચવાની રજુઆત કરેલ હતી. અને ૨૪ કલાકમાં ભાવ વધારો પરત નહિ ખેંચાય તો શહેરની તમામ સંસ્થાઓને સાથે રાખી ભાવ વધારા સામે આંદોલન કરવાની ચીમકી આપી હતી. આમ વેપારીઓ અને કારખાનેદાર સંગઠનોની રજુઆતના પગલે ટોલ પ્લાઝા દ્રારા ભાવ વધારો પરત ખેંચવાની જાહેરાત કરી હતી જેથી હવે જેતપુરના વાહન ચાલકો પાસે પેલા હતો તેટલો જ દસ પિયા ચાર્જ વસુલવામાં આવશે
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે
