રાજકોટ પોલીસ દ્વારા 362 ચોરાયેલા મોબાઈલ અને રૂ. 1.76 કરોડની રોકડ મૂળ માલિકોને પરત કરાઈ - At This Time

રાજકોટ પોલીસ દ્વારા 362 ચોરાયેલા મોબાઈલ અને રૂ. 1.76 કરોડની રોકડ મૂળ માલિકોને પરત કરાઈ


રાજકોટ શહેર પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે ‘તેરા તુજકો અર્પણ’ નામનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 362 ચોરાયેલા મોબાઈલ કિ. રૂ. 59.44 લાખ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનેલ લોકોને પણ રૂ. 1.76 કરોડની રોકડ પરત આપવામાં આવી હતી. આમ કુલ રૂ. 2.36 કરોડ જનતાને પરત મળ્યા હતા. જેમાં એક વ્યક્તિને 6 વર્ષ પૂર્વે ખોવાયેલો મોબાઈલ મળ્યો હતો તો કેન્યાનાં વિદ્યાર્થીનો પરીક્ષામાં જતી વખતે ગુમ થયેલો મોબાઈલ પરત મળતા તમામે પોલીસનો આભાર માન્યો હતો. જ્યારે પોલીસ કમિશનરે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.