મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ઓડીટોરિયમ ખાતે ક્રાઉડ મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમ યોજાયો. - At This Time

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ઓડીટોરિયમ ખાતે ક્રાઉડ મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમ યોજાયો.


તારીખ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર ખાતે નાગરિક સંરક્ષણ દળના મા.અધિકારી તથા વોર્ડનો, હોમગાર્ડના અધિકારી તથા જવાનો, IHRDC ના સભ્યો તથા ગુરૂકુળમાં ભણતા
વિદ્યાર્થીઓ આશરે ૧૫૦ જેટલા સભ્યોને GIDM ના મા.આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.સંદિપ પાંડે તથા મા.એડી.કલેકટર શ્નિલેશ દુબે તથા નાગરિક સંરક્ષણ દળના મા.નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ એ.એ.શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમમાં તમામ સભ્યોને ક્રાઉડ મેનેજમેન્ટ ની તાલીમ આપવામાં આવી હતી,

આ ક્રાઉડ મેનેજમેન્ટ ની તાલીમ કાર્યક્રમ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), IHRDC ના મા.ડાયરેક્ટર હિતેશ પટેલ તથા નાગરિક સંરક્ષણના મા.ડેપ્યુટી ચીફ વોર્ડન બ્રિજેશભાઈ શાહના સહયોગથી
કરવામાં આવ્યો હતો.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image