કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ સોસાયટી-બોટાદ દ્વારા સુરક્ષિત બોટાદ અભિયાન અંતર્ગત સંવાદ કાર્યક્રમ સંપન્ન - At This Time

કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ સોસાયટી-બોટાદ દ્વારા સુરક્ષિત બોટાદ અભિયાન અંતર્ગત સંવાદ કાર્યક્રમ સંપન્ન


કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ સોસાયટી-બોટાદ દ્વારા સુરક્ષિત બોટાદ અભિયાન અંતર્ગત સંવાદ કાર્યક્રમ સંપન્ન

બોટાદ ખાતે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ સોસાયટી-બોટાદ દ્વારા સુરક્ષિત બોટાદ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાખોરી અટકાવવા શાંત,સજાગ અને સલામત ગામોના સરપંચઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અવસરે મંત્રીશ્રીએ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીને બિરદાવી હતી તેમજ પ્રેરક અને જુસ્સાદાર પ્રવચન થકી પોલીસ કર્મીઓને માર્ગદર્શિત કર્યા હતા.કાર્યક્રમમાં ઉમદા કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બલોલિયા દ્વારા કાર્યક્રમની સ્વાગત વિધિ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સહિતના જિલ્લાના પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ તેમજ વિવિધ ગામોના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.