જસદણમાં બે આગજનીના બનાવમાં કરોડો રૂપિયાનો કપાસ ખાક: માર્કેટ યાર્ડ શીવ શકિત જીનમાં બનેલો બનાવ - At This Time

જસદણમાં બે આગજનીના બનાવમાં કરોડો રૂપિયાનો કપાસ ખાક: માર્કેટ યાર્ડ શીવ શકિત જીનમાં બનેલો બનાવ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આજે કપાસ સળગવાના બે બનાવો બનતાં ભારે અફડાતડફી મચી જવા પામી હતી બુધવારે બપોરે જસદણ માર્કેટ યાર્ડના શેડમાં પડેલ વેપારીએ ખેડુત પાસે ખરીદ કરેલ કપાસના ઢગલામાં અચાનક આગ ભભુકી ઉઠતાં તાત્કાલિક સ્થાનિક અને જસદણ અગ્નિશમનના જવાનોએ પાણીનો મારો કરતાં અંદાજે ૫૦૦ મણ કપાસનો જથ્થો નાશ પામ્યો હતો જયારે બીજાં બનાવમાં જસદણના ગઢડીયા રોડ પર આવેલી શિવ શકિત જીનિંગમાં બહાર ગ્રાઉન્ડમાં રાખેલ કપાસના વિશાળ જથ્થામાં અચાનક આગ લાગી હતી જેમાં કરોડો રૂપિયાનો હજજારો મણ કપાસનો જથ્થો ખાક થઈ ગયો હતો આ આગ એટલી ભયાનક હતી કે સ્થાનિક અને આજુબાજુના લોકોનો સતત પાણીનો મારો અને જસદણ નગરપાલિકાના બે ગોંડલનું એક અગ્નિશમનના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો છતાં આગ સાડા ચાર કલાકે કાબુમાં આવી ત્યારે હજજારો મણ કપાસ આગમાં નાશ પામ્યો હતો જસદણમાં આગના બે બનાવોમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.

તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.