જસદણ પોલીસે ભડલી ગામે પાડી રેઇડ : ભગુ ધાધલની કરી ધરપકડ - At This Time

જસદણ પોલીસે ભડલી ગામે પાડી રેઇડ : ભગુ ધાધલની કરી ધરપકડ


જસદણ પોલીસે ભડલી ગામે પાડી રેઇડ : ભગુ ધાધલની કરી ધરપકડ

જસદણ પોલિસને બાતમી મળી કે , ભડલી ગામના ભગુભાઈ આપાભાઇ ધાધલે પોતાની ભડલી ગામથી લીંબાળી ગામ જવાના કાચા રસ્તે આવેલ પોતા ની કબ્જા ભોગવટાની વાડીએ ઝુપડીની પાસે પરપ્રાંતીય ઇંગ્લીશ દારુનો જથ્થો વેચાણ અર્થે ઉતારેલ જે, હકીકતવાળી જગ્યાએ કલાક ૧૦/૦૦ વાગ્યે , ભડલી ગામથી લીંબા ળી ગામ જવાના કાચા રસ્તે આવેલ ભગુભાઇ આપાભાઇ ધાધલની કબ્જા ભોગવટાની વાડીએ પહોચતા એક ઇસમ હાજર હતો જેનુ જસદણ પોલીસે રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ ભગુભાઇ આપાભાઇ ધાધલ જાતે કાઠી દરબાર ઉવ .૨૭ ધંધો ખેતી રહે ભડલી તા વિછીયા જી રાજકોટ વાળો હોવાનુ જણાવેલ. મજકુર ઇસમને પ્રોહી કલમ ૧૨૦ ના ઠરાવની સમજ કરાવી અને વાડીમા આવેલ ઝુપડીની બાજુમા ચેક કરતા બે ખાખી કલરના બોક્સ પડેલ જોવામા આવેલ , જે બોક્સ અં દર તપાસ કરતા અંદર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવેલ હોય જે બોક્સ જોતા જેમા ભારતીય બનાવટની પરપ્રાંતીય ૭૫૦ એમ.એલ.ની Mc DoweIIs NO.1CLASSIC BLEND WHISKY ORI GINAL લખેલ સીલપેક બોટલો નંગ -૨૪ મળી આવેલ, આમ , ઇસમ ભગુભાઈ આપાભાઇ ધાધલ જાતે કાઠી દરબાર ઉવ .૨૭ ધંધો ખેતી રહે ભડલી તા વિછીયા જી રાજકોટ વાળાએ પોતાની કા ભોગવટની વાડીએ ઝુપડીની બાજુમા કોઇ પાસ પરમીટ કે , આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિંમત રૂ -૯,૦૦૦ / -ના મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા મજકુર ઇસમે પ્રોહિ કલમ ૬૫ - ઇ , ૧૧૬ ( બી ) મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે ધરપકડ કરી.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.