દિલ્હીમાં ચાલતી કારમાં દુષ્કૃત્ય: નરાધમે વિડિયો ફિલ્મ પણ ઉતારી - At This Time

દિલ્હીમાં ચાલતી કારમાં દુષ્કૃત્ય: નરાધમે વિડિયો ફિલ્મ પણ ઉતારી


- સગીરાના ઓળખીતા શખ્સો તેને કારમાં ફરવા લઈ ગયા હતા અને દારૂનું સેવન કર્યા બાદ તેના સાથે ગેંગરેપ કરીને મારપીટ પણ કરવામાં આવી હતીનવી દિલ્હી, તા. 15 જુલાઈ 2022, શુક્રવારરાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 16 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની એક ખૂબ જ જઘન્ય ઘટના બની છે. સગીરાનું તેના ઘર પાસેથી જ અપહરણ કરવામાં આવ્યું હતું તથા ચાલતી કારમાં જ તેના સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે આરોપી ગાડીને વસંત વિહારથી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સુધી આશરે 44 કિમી સુધી ચલાવતો રહ્યો હતો જેથી આ ઘટના કોઈની નજરમાં નહોતી આવી. પોલીસે સગીરાના ઘર પાસે રહેતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કેફી પીણું પીવડાવ્યાનો આક્ષેપસગીરાએ પોલીસ સમક્ષ પોતાના સાથે બનેલી સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, ગત તા. 6 જુલાઈના રોજ સાંજના સમયે તેણી પોતાની મિત્રના ઘરેથી પરત આવી રહી હતી તે સમયે વસંત વિહાર માર્કેટમાં તેને આરોપીઓ પૈકીના 2 શખ્સ મળ્યા હતા. 10મા ધોરણમાં અભ્યાસ કરતી સગીરાના કહેવા પ્રમાણે બંને આરોપીઓએ બાદમાં ત્રીજા આરોપીને ત્યાં બોલાવ્યો હતો અને તે કાર લઈને ત્યાં આવ્યો હતો. આરોપી યુવકોએ કથિત રીતે તેને દારૂ પીવડાવ્યો હતો અને ગાડીમાં લઈ ગયા હતા. દુષ્કર્મ બાદ સગીરા સાથે મારપીટ કરવામાં આવીબાદમાં આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેના સાથે મારપીટ પણ કરી હતી. ઉપરાંત તેમણે દુષ્કર્મનો વીડિયો પણ ઉતારી લીધો હતો. દુષ્કર્મની ઘટનાના બે દિવસ બાદ સગીરાની સારવાર ચાલી રહી હતી તે હોસ્પિટલમાંથી માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને હોસ્પિટલ તરફી આવેલા કોલમાં સગીરા સાથે સતામણી થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કાઉન્સેલર સાથેની વાતચીત દરમિયાન સગીરાએ 6 જુલાઈના રોજ 2 ઓળખીતા શખ્સોએ તેને આંટો મારવા માટે સાથે આવવા કહ્યું હોવાની માહિતી આપી હતી. સગીરાના કહેવા પ્રમાણે તેઓ વસંત વિહાર માર્કેટથી મહિપાલપુર ગયા હતા અને દારૂનું સેવન કર્યું હતું. ત્યાર બાદ તેઓ કોઈ એકાંત સ્થળે પહોંચ્યા હતા અને તે વ્યક્તિએ તેના સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આ કેસમાં 23, 25 અને 35 વર્ષની ઉંમરના 3 શખ્સોની ધરપકડ કરી છે અને તેમના વિરૂદ્ધ પોક્સો તથા આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.